 
                                    દિલ્હીમાં કોરોનાની રફતાર વધી, 24 કલાકમાં 1500 થી વધુ કેસ નોંધાયા,1નું મોત
- દિલ્હીમાં કોરોનાની રફતાર વધી
- 24 કલાકમાં 1500થી વધુ કેસ નોંધાયા
- 1 દર્દીનું થયું મોત
દિલ્હી:રાજધાનીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના 1520 નવા કેસ નોંધાયા છે.દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 5.10 ટકા નોંધાયો છે.તો,છેલ્લા 24 કલાક દરમિયાન 1 દર્દીનું મોત થયું છે.સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 5716 થઈ ગઈ છે.અહીં 9 ફેબ્રુઆરી પછી સૌથી વધુ સક્રિય કોરોના દર્દી છે.
બીજી તરફ મુંબઈમાં કોવિડના 94 કેસ નોંધાયા છે.જેમાં 1 દર્દીનું મોત થયું છે.અહીં સકારાત્મકતા દર 1% છે અને અત્યાર સુધીમાં અહીં કોરોનાના 9316 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ રીતે સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસના 155 નવા કેસ નોંધાયા છે અને 998 સક્રિય કેસ છે.
દેશમાં અત્યાર સુધીમાં કોવિડની ત્રણ લહેર જોવા મળી છે. હાલમાં ચોથી લહેરની આશંકા વચ્ચે ફરી એકવાર દૈનિક નોંધાતા કેસ 3700ની નજીક પહોંચી ગયા છે.શનિવારે સવારે આવેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડના 3,688 નવા કેસ નોંધાયા હતા.આ સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ, 30 લાખ, 75 હજાર 864 થઈ ગઈ છે.આ સમયગાળા દરમિયાન 50 મૃત્યુ પણ નોંધાયા છે.દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 23 હજાર 803 લોકોના મોત થયા છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

