1. Home
  2. ગુજરાતી
  3. KGF Chapter 2 Box Office Collection:યશની ફિલ્મે રચ્યો ઈતિહાસ, 1000 કરોડનો આંકડો પાર કર્યો
KGF Chapter 2 Box Office Collection:યશની ફિલ્મે રચ્યો ઈતિહાસ, 1000 કરોડનો આંકડો પાર કર્યો

KGF Chapter 2 Box Office Collection:યશની ફિલ્મે રચ્યો ઈતિહાસ, 1000 કરોડનો આંકડો પાર કર્યો

0
Social Share
  • KGF: ચેપ્ટર 2 નો બોકસ ઓફીસ પર દબદબો
  • યશની ફિલ્મે રચ્યો ઈતિહાસ
  • 1000 કરોડનો આંકડો પાર કર્યો

મુંબઈ:14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી KGF: ચેપ્ટર 2 નો બોકસ ઓફીસ પર આજે પણ દબદબો છે છે.આ ફિલ્મ દર્શકો પર પોતાનો જાદુ ફેલાવી રહી છે.યશની ફિલ્મને લઈને લોકો ક્રેઝી થઈ રહ્યા છે.યશ સ્ટારર આ ફિલ્મે 16 માં દિવસે પણ ઘણી કમાણી કરી છે.

આ ફિલ્મે અત્યાર સુધી 16 દિવસમાં દુનિયાભરમાં લગભગ 1000 કરોડનો બિઝનેસ કર્યો છે. દંગલ, બાહુબલી 2 અને RRR પછી યશ સ્ટારર આ સિદ્ધિ હાંસલ કરનારી ચોથી ભારતીય ફિલ્મ બની છે.આ સાથે જ ચાર અંકનો આંકડો પાર કરનારી તે પ્રથમ કન્નડ ફિલ્મ છે.

વિસ્તાર પ્રમાણે શુક્રવારની કમાણીની વાત કરીએ તો યશની આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં લગભગ 4.25 કરોડનો બિઝનેસ કર્યો હતો.આ કારણે ફિલ્મે હિન્દી બેલ્ટમાં 353.06 કરોડનો આંકડો પાર કરી લીધો છે. શરૂઆતના દિવસે જ ફિલ્મે 134 કરોડ 50 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

KGF 2 વર્ષ 2018માં આવેલી યશની સુપરહિટ ફિલ્મની સિક્વલ છે. ફિલ્મમાં યશ લીડ રોલમાં છે.તો, સંજય દત્ત, રવિના ટંડન અને શ્રીનિધિ સહિત ઘણા કલાકારો પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા.આ ફિલ્મ 14 એપ્રિલે કન્નડ, તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમમાં રિલીઝ થઈ હતી.આ ફિલ્મ પ્રશાંત નીલે લખી છે અને નિર્દેશિત કરી છે. KGF 2 રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને AA ફિલ્મ્સ દ્વારા ઉત્તર-ભારતીય બજારોમાં રજૂ કરવામાં આવી રહી છે.એક્સેલ એ દિલ ચાહતા હૈ, ઝિંદગી ના મિલેગી દોબારા, દિલ ધડકને દો અને ગલી બોય જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code