1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં તૈયાર થઈ રહી છે ભીષમ ગરમીમાં પણ સાચવી શકાય તેવી કરોનાની વેક્સિન , ડેલ્ટા-ઓમિક્રોન સામે અસરકારક
દેશમાં તૈયાર થઈ રહી છે ભીષમ ગરમીમાં પણ સાચવી શકાય તેવી કરોનાની વેક્સિન , ડેલ્ટા-ઓમિક્રોન સામે અસરકારક

દેશમાં તૈયાર થઈ રહી છે ભીષમ ગરમીમાં પણ સાચવી શકાય તેવી કરોનાની વેક્સિન , ડેલ્ટા-ઓમિક્રોન સામે અસરકારક

0
Social Share
  • ભારતમાં બની રહી છે ગરમીમાં પણ સચવાય તેવી કોરોનાની વેક્સિન
  • જે ડેલ્ટા અને ઓનમિક્રોન સામે એસરકારક સાબિત થશે

 દિલ્હી:ભારત દેશ કોરોના સમયે વિશ્વના ઘણા દેશોને વેક્સિન પુરી પાડવામાં સફળ રહ્યો છે ત્યારે હવે  ભારતમાં કોરોના વાયરસ સામે સંભવિત રસી વિકસાવવામાં આવી રહી છે,જે ભીષણ ગરમીમાં પણ સાચવી શકાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે  વેક્સિનને જેને રેફ્રિજરેટર અથવા કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની પણ જરૂર રહેશે નહીં. આ રસી ગરમ હવામાનને પણ સહન કરી શકવાની ક્ષમતા ધરાવે છે અને ડેલ્ટા અને ઓમિક્રોન સહિત કોરોનાવાયરસના અન્ય પ્રકારો સામે મજબૂત એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવામાં અસરકારક બોવાનું કહેવાઈ રહ્યું છે.આ વેક્સિન બાબતે  ઉંદરો પર કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે.

ઉલ્આલેખનીય છે કે જો આ રસી સફળ સાબિત થાય છે તો  રસીને સાચવવા કોલ્ડ સ્ટોરેજની જરૂર નથી. બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અને બાયોટેક સ્ટાર્ટ-અપ કંપની માયનવેક્સ દ્વારા વિકસાવવામાં આવી રહેલી  રસીમાં વાયરસ સ્પાઈક પ્રોટીનના એક હિસ્સાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને  રીસેપ્ટર-બાઈન્ડિંગ ડોમેન કહેવામાં આવે છે.

આ વેક્સિન 4 અઠવાડિયા માટે 37 ° સે અને 90 મિનિટ માટે 100 ° સે સુધી રાખઈ શકાશે

ઓસ્ટ્રેલિયાના કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) ના સંશોધકો સહિત સંશોધકોની એક ટીમે જણાવ્યું હતું કે મોટાભાગની રસીઓ અસરકારક બનવા માટે ઠંડકની જરૂર પડે છે. આ ગરમી સહન કરતી કોરોના વિરોધી વેક્સિન ચાર અઠવાડિયા માટે 37 ° સે અને 90 મિનિટ માટે 100 ° સે તાપમાને રાખી શકાય છે.

આ રસીની સરખામણી જો સામાન્ય બીજી વેક્,સિન સાથે કરવામાં આવે તો ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી, ભારતમાં કોવિશિલ્ડ તરીકે ઓળખાય છે, તેને 2 થી 8 ° સે તાપમાનની શ્રેણીમાં સંગ્રહિત કરવાની જરૂર છે, જ્યારે ફાઈઝર રસી માટે માઈનસ 70 ° સે તાપમાનની જરૂર છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ઉંદર પર આ રસીના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તે ડેલ્ટા અને ઓમિક્રોન સહિત કોરોના વાયરસના અન્ય પ્રકારો સામે મજબૂત એન્ટિબોડીઝ બનાવામાં સફળ સાબિત થાય છેે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code