નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશની સંરક્ષણ નિકાસ 2029 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાને પાર કરશે જે હાલના 24 હજાર કરોડ રૂપિયા છે.
હૈદરાબાદમાં ત્રણ દિવસીય જૈન આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન – JITO કનેક્ટ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે આ મુજબ જણાવ્યુ. મંત્રીશ્રીએ ઉમેર્યું કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમથી સંરક્ષણ પ્રણાલીઓમાં સ્વદેશી ભાગોનો ઉપયોગ શક્ય બન્યો છે અને તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટના 64 ટકા ભાગો ભારતમાં બનાવવામાં આવે છે.

