1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના દરિયામાં કરંટ, સુરતના ડુમસ સહિતના બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા
ગુજરાતના દરિયામાં કરંટ, સુરતના ડુમસ સહિતના બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા

ગુજરાતના દરિયામાં કરંટ, સુરતના ડુમસ સહિતના બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા

0
Social Share

સુરતઃ  ગુજરાતમાં આગામી શુક્રવારથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દરમિયાન હાલ હવામાં હળવા દબાણને લીધે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તેમજ ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે, જેને લીધે  સુરતનું ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે નવો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દરિયાકાંઠા વિસ્તારમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂકાવવાની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે ઉંચા મોજા ઉછળવાની શક્યતાના આધારે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે લોકોની સલામતીને ધ્યાને લઈને ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ રહેશે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

સરતના શહેરીજનો હરવા-ફરવાના શોખીન હોવાથી વરસાદી માહોલ અને શનિ-રવિની રજામાં મોટી સંખ્યામાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે ડુમસ અને સુવાલી બીચ પર પહોંચી જતા હોય છે. ત્યારે કોઈ અઘટીત દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ વિભાગ દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લીધો છે. જેથી કરીને લોકોની સુરક્ષા જળવાઈ રહે અને બિનજરૂરી કામ વગર ખોટા લટાર મારવા માટે બીચ ઉપર જીવના જોખમે પહોંચી જતા લોકો ન જાય તેના માટે નિર્ણય લેવાયો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code