- બંગાળની ખાડીમાં સાયક્લોજ મોચાનો કહેર
- ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું
- અનેક સિવ્તારમાં ભઆરે પવન સાથે વરસાદની શક્યતાઓ
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી વાવાઝોડા મોચાની લઈને આગાહી કરવામાં આવી છે, જે ા વર્ષનું પ્રથમ વાવાઝોડું છે બંગાળની ખાડીમાં હવે આ વાવાઝોડું ઝડપી વેગહથી આગળ વધી રહ્યું છે જેને લઈને ઓડીશા બંગાળ સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસદાની આગાહી કરાઈ છે.
વાવાઝોડા મોચાના કારણે દેશના ઘણા ભાગોમાં વરસા પડી રહ્દયો છે તો કેટલાક વિસ્તારો જેવા કે, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબમાં કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ ઓડિશા, તમિલનાડુ, પી. બંગાળ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે
આ સહીત વાવાઝોડાને કારણે દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ, દેશના મોટાભાગના સ્થળોએ મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ આગામી પાંચ દિવસ સુધી કરા પડવાની સંભાવના છે.
દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ઓછા દબાણના વિસ્તારના વિકાસને કારણે 7 મેના રોજ ચક્રવાતી વાવાઝોડાની શક્યતા હતી. વિશ્વ હવામાન સંસ્થાએ આ સંભવિત વાવાઝોડાને ‘સાયક્લોન મોચા’ નામ આપ્યું છે. મોચા બંગાળ તેમજ સમગ્ર ઉત્તર ભારતના હવામાનને અસર કરશે અને 9 થી 12 મે વચ્ચે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
આ વાવાઝોડાને લઈને હવામાન કચેરીએ માછીમારોને રવિવારથી દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી છે. જે લોકો બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં છે તેઓને 7 મે પહેલા સુરક્ષિત સ્થળોએ પાછા ફરવાનું જમાવાયું છથે છે, આ સિવાય મધ્ય બંગાળની ખાડીના લોકોને 9 મે પહેલા પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. તેણે એ પણ સૂચન કર્યું હતું કે 8 થી 12 મે સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક પર્યટન, ઑફશોર પ્રવૃત્તિઓ અને શિપિંગને નિયંત્રિત કરી દેવામાં આવે.