Site icon Revoi.in

ચક્રવાત મોન્થાની અસર: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 90થી 100 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડ્યો

Social Share

હૈદરાબાદઃ ચક્રવાત મોન્થો તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. આ સાથે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું આજે મોડી રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે.

મોન્થાના કારણે શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, પૂર્વ ગોદાવરી, કોનસીમા, કાકીનાડા, કૃષ્ણગિરિ, નલ્લાપુર અને પ્રકાશમ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેનાથી લગભગ 1,400 ગામડાઓ અને 44 શહેરો પ્રભાવિત થવાની સભાવના છે.

વહીવટીતંત્રે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેંજ અને યલ્લો એલર્ટ આપ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ રાખવામા આવી છે. ટ્રેન અને હવાઈ સેવાઓ ખોરવાઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરીને રાહત અને પુનર્વસન પ્રયાસો માટે તમામ કેન્દ્રીય સહાયની ખાતરી આપી છે.