નવી દિલ્હી, 29 જુલાઈ 2026: Floods in Assam આસામમાં પૂરને કારણે મૃત્યુઆંક વધીને 75 થયો છે. ગઈકાલે માત્ર શિવસાગર જિલ્લામાં જ વધુ સાત લોકોનાં મૃત્યુ નોંધાયા હતા. અપર આસામના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને મોટાભાગના વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા છે. પૂરથી અસરગ્રસ્ત મોટાભાગના વિસ્તારોમાં વીજળી સહિતની આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ડૉ. હિમંત બિશ્વ સરમાએ પૂર સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓના પરિવારો માટે 4 લાખની સહાય (એક્સ-ગ્રેશિયા)ની જાહેરાત કરી છે. રાહત અને પુનર્વસનના પગલાંના ભાગરૂપે, 30 દિવસથી વધુ સમયથી ગુમ થયેલ વ્યક્તિઓના પરિવારોને પણ – નિર્ધારિત પ્રક્રિયાને આધીન -4 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, મૃતકોના પરિવારોને 4 લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 5 લાખની વધારાની સહાય પણ આપવામાં આવશે. પૂરથી ગંભીર રીતે અસરગ્રસ્ત એક લાખથી વધુ પરિવારોને તેમની તાત્કાલિક આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિ પરિવાર 15,000 આપવામાં આવશે.
આરુણોદોઈ યોજના હેઠળ, ચરાઈદેવ, જોરહાટ, ગોલાઘાટ અને શિવસાગર જેવા પૂર-ગ્રસ્ત જિલ્લાઓના લાભાર્થીઓને ઓગસ્ટ મહિનાથી 2,500ની રકમ મળવાનું શરૂ થશે; આ યોજના આવતા મહિનાની પહેલી તારીખથી ફરી શરૂ થનાર છે. ૩ ઓગસ્ટથી મકાનો, પશુધન, મત્સ્યઉદ્યોગ અને પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવશે, અને ત્યારબાદ પાત્ર લાભાર્થીઓને વળતર આપવામાં આવશે.
વધુ વાંચો: SSB ભરતીના નિયમો જાહેર: કોન્સ્ટેબલની 50 ટકા જગ્યાઓ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત

