1. Home
  2. ગુજરાતી
  3. વેનેઝુએલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 4,734 થયો, 17,000 લોકો ઘાયલ
વેનેઝુએલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 4,734 થયો, 17,000 લોકો ઘાયલ

વેનેઝુએલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 4,734 થયો, 17,000 લોકો ઘાયલ

0
Social Share

કારાકાસ, 15 જુલાઈ 2026: લગભગ ત્રણ અઠવાડિયા પહેલા વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 4,700ને વટાવી ગયો છે. આ સાથે જ, આશરે 17,000 લોકો ઘાયલ થયા છે. જાહેર કરાયેલા એક સત્તાવાર અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી.

24 જૂનના રોજ, વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે પ્રચંડ ભૂકંપ આવ્યા હતા. માત્ર એક મિનિટના અંતરે આવેલા આ બે આંચકાઓએ દરિયાકાંઠાના રાજ્ય ‘લા ગુઆઇરા’ને સંપૂર્ણપણે તબાહ કરી નાખ્યું હતું.

હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા

વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીના વડા જ્યોર્જ રોડ્રિગ્ઝ દ્વારા ટેલિગ્રામ પર શેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા 4,734 લોકોનાં મોત થયાં અને 16,740 અન્ય લોકો ઘાયલ થયા. જોકે, તેમણે એ પણ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા મોટાભાગના ઘાયલોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, આ ભયાનક આંચકાઓ બાદ લગભગ 50,000 લોકો ગુમ છે. ભૂકંપ દરમિયાન સેંકડો ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો દબાઈ ગયા હતા. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

વધુ વાંચો: આસામમાં પૂરથી 37 હજારથી વધુ લોકો પ્રભાવિત, ચારનાં મોત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code