Site icon Revoi.in

પંજાબના અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચ્યો

Social Share

નવી દિલ્હીઃ પંજાબમાં, અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. દરમિયાન, દિલ્હી સ્થિત ફેક્ટરી માલિકો, એક પિતા અને પુત્ર, જેમણે તેમની ફેક્ટરીમાંથી ઓનલાઈન મિથેનોલ વેચ્યું હતું, તેમની પણ અમૃતસર પોલીસે ધરપકડ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક મનિન્દર સિંહે જણાવ્યું હતું કે બંનેને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. અગાઉ, મુખ્ય સૂત્રધાર સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

અમૃતસરના એસએસપી મનીન્દર સિંહે જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થયા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પ્રભજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. જે ઝેરી દારૂ સપ્લાય કરવા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. તેમની સામે એક્સાઇઝ એક્ટની કલમ 105 BNS અને 61A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રભજીતના ભાઈ કુલબીર સિંહ ઉર્ફે જગ્ગુ અને સાહિબ સિંહ ઉર્ફે સરાઈ, ગુરજંત સિંહ, નિંદર કૌરની પણ ધરપકડ કરવામાં આવી છે.’

ઝેરી દારૂ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે દારૂ માફિયાઓ સામે કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, ઝેરી દારૂ પીવાથી મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવા કિસ્સાઓ નોંધાયા છે.