Site icon Revoi.in

મ્યાનમારમાં ગોઝારા ભૂકંપમાં મૃત્યુઆંક વધી 3645 ઉપર પહોંચ્યો

Social Share

મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થઈ ગયો છે. ભૂકંપમાં 5 હજાર 17 લોકો ઘાયલ થયા છે અને 148 હજુ પણ લાપતા છે.મ્યાનમાર સરકારના હવામાનશાસ્ત્ર અને જળવિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 માર્ચે આવેલા ભૂકંપ પછી, અત્યાર સુધીમાં 98થી વધુ આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 2.8 થી 7.5 ની વચ્ચે હતી. ભૂકંપથી મ્યાનમારના સાગાઈંગ, મંડલે અને મેગવેમાં 80 ટકાથી વધુ ઘરોને નુકસાન થયું છે.સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી બાબતોના સંકલન કાર્યાલયે જણાવ્યું છે કે, દેશમાં પાંચ લાખથી વધુ લોકોને આરોગ્ય સહાયની જરૂર છે. દરમિયાન, ભારત, યુરોપિયન યુનિયન, અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા રાહત સામગ્રી અને ટીમો મોકલાઈ રહી છે. ભારતે ઓપરેશન બ્રહ્મા અંતર્ગત, મ્યાનમારમાં મોટી માત્રામાં તબીબી અને રાહત સામગ્રી મોકલી છે.

દરમિયાન ચીની વૈજ્ઞાનિકો પછી, બાબા વેંગાની આગાહી ચર્ચામાં છે. બાબા વેંગા કહે છે કે જાપાન અને ઇન્ડોનેશિયા જેવા દેશો જુલાઈ 2025માં સુનામીના વિનાશનો સામનો કરી શકે છે. જો આવું થાય તો તેની અસર ભારત પર પણ પડી શકે છે. લોકો બાબા વેંગાની આગાહીઓને ગંભીરતાથી લે છે. જે રીતે ભૂકંપ અને ધરતીના તિરાડો વિશે આગાહીઓ કરવામાં આવી રહી છે, તે જોતાં 2025નું વર્ષ ખૂબ જ અશુભ માનવામાં આવી રહ્યું છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપ પછી, પહેલા ચીન અને હવે જાપાનના બાબા વેંગાએ ગંભીર સંકટની વાત કરી છે. બાબા વાંગા કહે છે કે મુશ્કેલી ટૂંક સમયમાં આવવાની છે. આ કટોકટી સુનામી છે. જેની સીધી અસર જાપાન અને ઇન્ડોનેશિયા જેવા દેશો પર પડશે. બાબા વેંગા તરીકે પ્રખ્યાત રિયો તુત્સ્કીએ પોતાની એક ડરામણી આગાહીમાં કહ્યું છે કે જુલાઈ 2025 સુધીમાં એક મોટું સંકટ આવશે. વિશ્વના દેશોને ભયંકર આફતનો સામનો કરવો પડશે.

Exit mobile version