નવી દિલ્હીઃ દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનામાં તપાસ દરમિયાન એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. DNA ટેસ્ટના આધારે એ વાતની પુષ્ટિ થઈ છે કે વિસ્ફોટ સમયે કારમાં આતંકવાદી ડો. ઉમર હાજર હતો.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, DNA ટેસ્ટના પરિણામો સ્પષ્ટ કરે છે કે ડો. ઉમરે જાણી જોઈને કારમાં ધડાકો કર્યો હતો અને કારની અંદર જ પોતાને ઉડાવી દીધો હતો. આનાથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે આતંકવાદી ડો. ઉમરનો ઈરાદો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો.
બ્લાસ્ટની તપાસમાં પોલીસે આતંકવાદી ડો. ઉમરને ટ્રેક કરવા માટે વિસ્તારના સંખ્યાબંધ CCTV ફૂટેજની ચકાસણી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમરના ફૂટેજ ઘણા CCTV કેમેરામાં જોવા મળ્યા હતા. હાલમાં તપાસ એજન્સીઓ CCTV દ્વારા મળેલી તમામ કડીઓને જોડીને વિસ્ફોટના સમગ્ર ષડયંત્રને સમજવાનો પ્રયત્ન કરી રહી છે.

