Site icon Revoi.in

દિલ્હી ઠુંઠવાયું, પુસા વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું

Social Share

નવી દિલ્હીઃ હિમવર્ષાના કારણે દિવસે દિવસે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હીના પુસા વિસ્તારમાં સવારે લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું. તો આયા નગરમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ, લોધી રોડમાં 4.4, નરેલામાં 4.7, પાલમમાં 6 અને રિજમાં 6.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

જ્યારે ગૌતમ બુદ્ધ નગરમાં લઘુત્તમ તાપમાન 5.5 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ ગુરુગ્રામમાં તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.. તો આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડવાની સંભાવના છે.

આવી સ્થિતિમાં શુક્રવાર અને શનિવારે મધ્યથી ગાઢ ધુમ્મસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.. સાથે જ બે દિવસ માટે કોલ્ડવેવની ચેતવણી પણ જાહેર કરાઈ છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે..

Exit mobile version