1. Home
  2. ગુજરાતી
  3. રાજઘાની દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંઘાઈ,  AQI  300ને પાર પહોંચ્યો
રાજઘાની દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંઘાઈ,  AQI  300ને પાર પહોંચ્યો

રાજઘાની દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંઘાઈ,  AQI  300ને પાર પહોંચ્યો

0
Social Share

દિલ્હીઃ-  દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળી આવતા પહેલા જ શિયાળઆની શરુઆતમાં જ હવા પ્રદુષિત થવા લાગે છે, કેટચલીક જગ્યાઓ ઔધૌગિક પ્રદપષણ જવાબદાર હોય છએ તો ક્યારેક પરાળઈ બાળવાની ઘટનાને લઈને હવા પ્રદુષિત બને છે તો વળી વાહનોના ઘુમાડાના કારણે પણ હવા પ્રદુષિત બને છે ત્યારે ફરી એક વખત દિલ્હીના લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે.

 દિલ્હીમાં હવામાન ઠંડું થતાં પ્રદૂષણની અસર પણ વધવા લાગી છે. જેની અસર માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ જોવા મળી રહી છે.દિલ્હીની એકંદર હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધવામાં આવી હતી.

આજરોજ સવારે ધુમ્મસ છવાયેલું હતું, જે સૂર્ય બહાર આવ્યા બાદ શમી ગયું હતું. વધુ કે ઓછા સમયમાં આ જ સ્થિતિ સમગ્ર સપ્તાહ દરમિયાન રહેવાની ધારણા છે. નિષ્ણાતોના મતે પવનની દિશા અને ગતિ બદલાવાને કારણે સ્મોગ ફેલાઈ રહ્યો છે. તે જ સમયે, સ્ટબલનો ધુમાડો વધુ મુશ્કેલીમાં મૂકશે.

આજરોજ મંગળવારે સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણને કારણે હવા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સફર ઈન્ડિયાએ કહ્યું કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત ખરાબ શ્રેણીમાં છે.

મંગળવારે ધૌલા કુઆનમાં AQI 303 નોંધાયો હતો. સોમવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 263 નોંધાયો હતો. જે ખરાબ શ્રેણીમાં હતો. તે જ સમયે, રવિવારની તુલનામાં 50 ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. ત્રણ ક્ષેત્રોમાં હવા અત્યંત નબળી શ્રેણીમાં અને 27માં નબળી શ્રેણીમાં હતી. ઉપરાંત, એનસીઆરમાં, ગ્રેટર નોઈડામાં સૌથી વધુ હવાની ગુણવત્તા હતી, જ્યારે ગુરુગ્રામમાં સૌથી નીચું નોંધાયું હતું

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code