1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં પહોંચીઃ શ્વાસ લેવું પણ બન્યું મુશ્કેલ
દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં પહોંચીઃ શ્વાસ લેવું પણ બન્યું મુશ્કેલ

દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં પહોંચીઃ શ્વાસ લેવું પણ બન્યું મુશ્કેલ

0
Social Share
  • દિલ્હીની હવા બની વધુ પ્રદુષિત
  • શ્વાસ લેવું પણ બન્યું મુશ્કેલ

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની શરુઆત થતાની સાથે જ વાયુપ્રદુષણ વધતુ જઈ રહ્યું છે એક તરફ આજૂ બાજૂના વિસ્તારમામં પરાળી બાળવાની ઘટનાઓના કારણે તો આ પ્રદુષણમાં સતત વધારો થી રહ્યો છે ,દિલ્હીની આબોહવા એટલી ધેરીલી બનતી જઈ રહી છે કે રાજ્ય સરકારા નિર્માણકાર્ય પર પણ રોક લગાવાની ફરજ પડી છે .

પ્રાપ્ત વિગત પ્રમાણે હવે દિલ્હીની હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગઈ છે. પરાળી બાળવાના  કારણે દિલ્હીની હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. દિલ્હીના પ્રદૂષણમાં સ્ટબલ સળગાવવાનો હિસ્સો ગત વર્ષના 12 ટકાથી વધીને 22 ટકા નોંધાયા છે. દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 420 છે. ક્રિટિકલ ગ્રેડ હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.આ સાથે જ અસ્થમાના દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે.

દિલ્હીની હવાની ગુણવત્તા જે રીતે ખરાબ શ્રેણીમાં પહોંચી છે તે રીતે ડોક્ટરોએ બાળકો અને વૃદ્ધોને બિનજરુરી ઘરની બહાર સવારે ન નીકળવાની પણ સલાહ આપી છે.ધપરાળઈ બાળવાની ઘટનામાં  દિલ્હીના PM 2.5 પ્રદૂષણમાં તેનો ફાળો વધીને 22 ટકા થયો હતો કારણ કે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસના સ્તરે હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી હતી

. દિલ્હીનો 24-કલાક સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 392 રહ્યો હતો  જે ખૂબ જ નબળી શ્રએણીમાં આવે છે  હતો, જે રવિવારે 352 હતો. AQI ગુરુવારે 354, બુધવારે 271, મંગળવારે 302 અને સોમવારે 312 હતો.

જો દિલ્હીમાં આગામી દિવસોની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ, 4 નવેમ્બરથી ભેજ વધી શકે છે અને પવનની ગતિ વધુ ઘટી શકે છે, જેના કારણે ધુમ્મસમાં વધુ વધારો થશે.

કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળની આગાહી એજન્સી સિસ્ટમ ઑફ એર ક્વોલિટી વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચઅનુસાર, સોમવારે દિલ્હીના PM 2.5 પ્રદૂષણમાં સ્ટબલ સળગાવવાનું યોગદાન વધીને 22 ટકા થઈ ગયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code