
રાજ્યમાં 2 હજારથી વધુ આચાર્યની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા શાળા સંચાલક મંડળની માગ
અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બોરોજગારોનું પ્રમાણ વધતું જાય છે. બીજીબાજુ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જ્યાઓ ખાલી છે.અનેક ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આવેલી છે. સ્કૂલમાં અનેક સ્ટાફની અછત છે જેમાં 2000 જેટલા આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે. આચાર્યોની ખાલી પડેલ જગ્યા ભરવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાં નવુ સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તે સાથે જ આચાર્યોની ભરતી યોજવા માગ કરવામાં આવી છે.
રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેનને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ, માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલ 2000 આચાર્યોની જગ્યા માટે HMAT પરીક્ષાનું આયોજન કરીને ભરતી કરવા માંગણી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના 11/02/2011ના જાહેરનામાં અન્વયે પ્રતિવર્ષ પરીક્ષાઓ યોજવી જોઈએ.
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, 2019માં આચાર્યોની ભરતી થઈ હતી પરંતુ તે સમય પણ 50 ટકા આચાર્યોની જ ભરતી થઈ હતી. જેથી તે સમયના 1000 જેટલા આચાર્યો અને 2 વર્ષ દરમિયાન રિટાયાર્ડ થયેલા અને મૃત્યુ પામેલા શિક્ષકોની જગ્યા ખાલી થતાં અત્યારે 2000 કરતા વધુ આચાર્યોની જગ્યાઓ ખાલી છે તે માટે તાત્કાલિક HMATની પરીક્ષા યોજવી અને ભરતી કરવી જોઈએ . રાજ્યમાં ટાટ અને ટેટ ઉતિર્ણ કરેલા અનેક બેરોજગારો ભરતીની રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક શાળાઓ જ નહીં પણ માધ્યમિક અને ઉચ્ચત્તર માદ્યમિક શાળાઓમાં પણ અનેક જગ્યો ખાલી પડી છે. નવા શૈક્ષણિક સત્ર પહેલા જ ખાલી જગ્યાઓ ભરવાની માગ ઊઠી છે