Site icon Revoi.in

પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું

Social Share

લખનૌઃ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર અડધી રાત્રીથી મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું,,, મેળા ક્ષેત્રમાં ભારે ભીડના કારણે કેટલાક વૃધ્ધો અને મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થતા બેહોશ થવાની ખબર આવી રહી છે. આ સ્થિતિમાં 25-30 લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોચાડવામાં આવ્યાં હતાં. તાત્કાલીક સારવાર માટે મેળા ગ્રાઉન્ડ હોસ્પિટલમાં દર્દીને પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યું હતું.

ઈજાગ્રસ્તોની સારવાર માટે તબીબોની ટીમ કાર્યરત છે. આ સ્થિતિમાં નિયત સમયે સ્નાન શરૂ કરાવવા અધિકારીઓ પ્રયત્નશીલ બન્યા હતાં. અખાડા પરિષદે શ્રધ્ધાળુઓની સંખ્યા જોતા શાહી સ્નાને આજનાં દિવસે સ્થગીત કરવાની જાહેરાત કરી છે. તેઓ 3 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનાં દિવસે સ્નાન કરશે. પવિત્ર સ્નાન માટે લાખો ભક્તોની ભીડ વચ્ચે આ ઘટના બની હતી, જેના કારણે અખાડાઓએ થોડા સમય માટે તેમના કાર્યક્રમો અટકાવવા પડ્યા હતા.

ગંગા, યમુના અને સુપ્રસિદ્ધ સરસ્વતી નદીઓના પવિત્ર સંગમસ્થાનથી લગભગ એક કિલોમીટર દૂર બેરીકેડ તૂટી જતાં ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મહા કુંભ મેળા વિસ્તારની નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે કેટલીક ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે બેઈલી હોસ્પિટલ અને સ્વરૂપ રાની મેડિકલ કોલેજમાં મોકલવામાં આવી હતી.

મહાકુંભમાં ભીડને અંકુશમાં લેવા માટે ડાયવર્ઝન યોજના અમલમાં મુકવામાં આવી હતી અને ભક્તોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી હતી. ભક્તોના સમૂહને શહેરની બહારના ભાગમાં રોકી દેવામાં આવ્યા હતા. મોડી રાત્રે બનેલે ઘટના બાદ હાલ શાંતિ પૂર્ણ માહોલ છે.

Exit mobile version