
રામ ભક્તોની પ્રતિક્ષાનો આવશે અંતઃ અયોધ્યામાં 2023ના અંત સુધીમાં મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન
દિલ્હીઃ અયોધ્યામાં બની રહેલુ રામ મંદિર ડિસેમ્બર 2023ના અંત સુધીમાં ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. જો કે, મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025 પહેલા પુરુ થવાની શકયતાઓ નહીવત છે. જો કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંદિર નિર્માણ 2025 પહેલા પૂર્ણ નથી. જો કે, ભક્તો ડિસેમ્બર 2023 સુધીમાં આંશિક રીતે તૈયાર પ્રાંગણમાં જઈ શકશે અને ભગવાનના દર્શન અને પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2023 સુધીમાં મુખ્ય ગર્ભગૃહ અને મંદિરનો પ્રથમ માળ પુરો થવાની આશા છે. જેથી ભકતો ભગવાન રામના દર્શન કરીને પૂજા કરી શકે. આંદોલન દરમિયાન કારસેવકોએ સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણ માટે ઈટો એકત્રિત કરી 8હતી. તેનો ઉપયોગ નહીં કરવામાં આવે. તેમજ નકશીદાર પથ્થરોની વાત કરીએ તો વિહીપની વર્કશોપ કારસેવકપુરમમાં બનાવાયેલી 70 ટકા ઈંટોનો ઉપયોગ કરી શકાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય મંદિરના નિર્ણાણ એક પૂર્ણ પથ્થરની સરચનાથી થઈ રહ્યું છે. મુખ્ય મંદિર માટે ઈંટોનો ઉપયોગ કરવામાં નહીં આવે. જો કે, ભક્તોએ શ્રદ્ધાથી મોકલાવેલી ઈંટોનો મંદિર પરિસરમાં ઉપયોગ કરવામાં આવશે.
1989માં જ્યારે મંદિર આંદોલન ચરમ સીમા પર હતુ ત્યારે કારસેવકોએ સમગ્ર દેશમાં ગામે-ગામથી મંદિર નિર્માણ માટે ઈંટો ભેગી કરી હતી. તેમજ શિલાઓ બનાવી હતી. જેની ઉપર અલગ-અલગ ભાષામાં શ્રી રામ લખેલું છે. લગભગ 3 દશનક સુધી આ શિલાઓ કારસેવકપુરમમાં રાખવામાં આવી હતી. અહીં લગભગ 40 હજાર ક્યૂબિક ફુટ નક્કશીદાર પથ્થર તૈયાર છે. મંદિર નિર્ણાય સમિતિએ નક્કી કર્યું છે કે, આનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે તેમજ કેટલીક નવી ડિઝાઈન પણ તૈયાર કરવામાં આવે.