1. Home
  2. ગુજરાતી
  3. 5 ઓગસ્ટની શુભ તિથિએ વધુ એક ઈતિહાસ બન્યોઃ CM યોગીએ ભારતીય હોકી ટીમને આપી શુભેચ્છાઓ
5 ઓગસ્ટની શુભ તિથિએ વધુ એક ઈતિહાસ બન્યોઃ CM યોગીએ ભારતીય હોકી ટીમને આપી શુભેચ્છાઓ

5 ઓગસ્ટની શુભ તિથિએ વધુ એક ઈતિહાસ બન્યોઃ CM યોગીએ ભારતીય હોકી ટીમને આપી શુભેચ્છાઓ

0
Social Share

લખનૌઃ ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમ કાંસ્ય મેડલ જીતતા ભારતીય ખેલાડીઓ ઉપર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોકી ટીમને શુભકામનાઓ આપી હતી. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ 5 ઓગસ્ટના દિવસનો ઇતિહાસ કરીને અનોખી રીતે શુભકામનાઓ પાઠવી હતી.

યોગી આદિત્યનાથએ ટ્વીટ કર્યું હતું કે, આજ તા. 5 ઓગસ્ટના ઐતિહાસિક તિથી પર વધુ એક ઈતિહાસ બની ગયો છે. આજે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરીને કાંસ્ય મેડલ જીત્યો છે. આજની સફળતાને ભારતીય હોકીના ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરો સાથે લખાશે. ટીમ ઈન્ડિયાની આ અવિસ્મરણીય સિદ્ધિ પર સમગ્ર દેશને ગર્વ છે.

ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય પુરુષ હોકી ટીમને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત અન્ય રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવોએ પણ ભીરતીય ટીમને શુભકામનાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રોન્ઝ મેડલ માટે ઓલિમ્પિકમાં ભારત અને જર્મની વચ્ચે મેચ રમાઈ હતી. ભારતે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.  મહત્વની વાત એ છે કે, ગયા વર્ષે આજના જ દિવસે તા. 5મી ઓગસ્ટના રોજ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે શિલાન્યાસ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code