1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને જુનાગઢની બહાઉદ્દીન કોલેજને હેરિટેઝ જાહેર કરાઈ
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને જુનાગઢની બહાઉદ્દીન કોલેજને હેરિટેઝ જાહેર કરાઈ

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને જુનાગઢની બહાઉદ્દીન કોલેજને હેરિટેઝ જાહેર કરાઈ

0
Social Share

રાજકોટઃ શહેરની ધર્મેન્દ્રસિંહજી કોલેજને ગુજરાત સરકારે હેરિટેજ જાહેર કરી છે. રાજાશાહી સમયમાંકાળની શાળાઓ બાદ હવે આ કોલેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આઝાદી પૂર્વે 1937માં સ્થપાયેલી ઔતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ, જૂનાગઢની ઔતિહાસિક બહાઉદ્દીન કોલેજ સહિત રાજ્યની પાંચ કોલેજોનાં બિલ્ડીંગનો હેરીટેજ બિલ્ડીંગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોલેજોની ઇમારતો હવે નવા રૂપરંગ ધારણ કરશે.

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ 1937માં સ્થપાઈ હતી. ઉપરાંત જુનાગઢની બહાઉદીન કોલેજના બિલ્ડીંગને સરકારે હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરી છે. રાજકોટ શહેરની રાજાશાહી સમયની બે સ્કૂલો બાદ વધુ એક સરકારી કોલેજની ઇમારતનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજ સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ છે.

જે શરૂ થઇ ત્યારે મુંબઇ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી તેની સાથે સંલગ્ન છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકનાં પૂર્વા રાજ્યપાલ વજૂભાઇ વાળા, ગુજરાતી રંગમંચનાં કલાકાર રમેશ મહેતા, સાહિત્યકાર મકરંદભાઇ દવે સહિતનાં મહાનુભાવો અભ્યાસ કરી ચુક્યા છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં દેશનાં બે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ અને ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ન અને બે વડાપ્રધાન જેમાં ઇન્દીરા ગાંધી અને અટલ બિહારી બાજપાઇ પણ મુલાકાત લઇ ચુક્યા છે.
સૂત્રોએ જણાવ્યુ હતું કે, આ ઐતિહાસિક વારસાને સાચવવા અને તેના મજબૂતીકરણ માટેના પ્લાન, એસ્ટીમેટ સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ બાદ રાજ્યની પાંચ કોલેજોના બિલ્ડીંગને હેરીટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અત્યારે કોટક સાયન્સ કોલેજ અને એ.એમ.પી. કોલેજ કાર્યરત છે. આ બન્ને કોલેજના વિદ્યાર્થીઓ અત્યારે ધર્મેન્દ્રસિંહ કોલેજના બિલ્ડીંગમાં અભ્યાસ કરે છે. આ પૈકી એ.એમ.પી. લો કોલેજનું નવું બિલ્ડીંગ તૈયાર થઇ ગયું હોવાથી ટૂંક સમયમાં અહીંથી સરકારી લો કોલેજનું સ્થળાંતર થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code