સુરેન્દ્રનગર, 11 મે 2026: Dhudsar and Neel cows damaging crops કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણ વિસ્તારમાં ઘૂડસર અભ્યારણ્ય આવેલું છે. ત્યારે રણકાંઠા નજીકના વાડી-ખેતરોમાં ઘૂડસર પાકને નુકસાન કરતા હોવાની ફરિયાદો ઊઠી છે. ઉપરાંત ઘૂડસરની જેમ નીલ ગાયોનો ત્રાસ પણ વધી ગયો છે. ઘૂડસર અને નીય ગાયના ટોળાંને ભગાડવા માટે રાત્રે ખેડૂતોને ઉજાગરા કરવા પડી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારના ખેડૂતો ઘૂડખર અને નીલગાયના ઝુંડના ત્રાસથી ભારે પરેશાન છે. આ જંગલી પ્રાણીઓના ઝુંડ ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતોને દિવસ દરમિયાન ખેતરમાં કામ કરવું પડે છે અને રાત્રિના સમયે પોતાના પાકને ઘૂડખર અને નીલગાયના હુમલાથી બચાવવા માટે ઉજાગરા કરવા પડે છે.
રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ ખેડૂતો માટે તે મોટી મુશ્કેલીનું કારણ બન્યા છે. પોતાના પાકને બચાવવા માટે રણકાંઠાના ખેડૂતો વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે. તેઓ ખેતરોની ફરતે કાંટાળી વાડ, ઝાટકા મશીન લગાવવા જેવા પ્રયાસો કરે છે. આ ઉપરાંત, કેટલાક ખેડૂતોએ જંગલી પ્રાણીઓથી પાકને બચાવવા માટે એક અનોખો નુસખો અપનાવી રહ્યા છે. ખેતરની ફરતે રંગબેરંગી સાડીઓની વાડ કરવાથી ઘૂડખર, નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ ખેતરમાં આવવાનું ટાળે છે. આ રંગબેરંગી સાડીઓ પ્રાણીઓને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.

