
શું તમને ખબર છે વધારે પડતું કેલ્શિયમ પણ આરોગ્યને હાનિ પહોંચાડે છે,જાણો કઈ રીતે
- વધારે પડતું કેલ્શિયમ શરીરને કરે છે નુકશાન
- કેલ્શિયમ વધુ લેતા હોવ તો ચેતી જજો
ઘણા લોકો એમ માને છે કે વધુ પ્રમાણમાં કેલ્શિયમ લેવાથી હાડકાં મજબૂત થશે અને તમારું શરીર પણ મજબૂત બનશે? જો હા તો કદાચ તમે ખોટા છો,તો તમારે કેટલીક બાબતો જાણવાની જરૂર છે. કારણ કે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય તો તે હાડકાં પર ખરાબ અસર કરે છે, પરંતુ તે હૃદય, કિડની અને મગજના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે.
જરુર કરતા વધુ કેલ્શિયમ હાઈપરક્લેસીમિયાને જન્મ આપે છે. ઓસ્ટીયોપોરોસીસ, જે હાડકાંને નબળા પાડે છે, તે માત્ર કેલ્શિયમની અછતને કારણે નથી, પરંતુ લોહીમાં વધારાનું કેલ્શિયમ છોડવાને કારણે પણ આમ થાય છે. જેના કારણે ધીમે ધીમે હાડકાં પોલા થવા લાગે છે અને વ્યક્તિને છીંક આવવાથી ફ્રેક્ચર પણ થઈ શકે છે.
કેલ્શિયમનું વધુ પ્રમાણ માત્ર હાઈપરક્લેસીમિયાનું કારણ નથી, પરંતુ તે મગજની વિચારવાની ક્ષમતાને પણ અસર કરે છે. આ વ્યક્તિમાં મૂંઝવણ અને ઉન્માદ તરફ દોરી શકે છે. એટલું જ નહીં તે કોમામાં પણ જઈ શકે છે.જેથી વધુ કેલિશયમ પણ હાનિકારક સાબિત થાય છે.
આ સાથે જ વધારે પડતપ કેલ્શિયમ પથરીની સમસ્યાનું કારણ બની શકે છે. આટલું જ નહીં, તેની કિડનીના કાર્ય પર પણ ખરાબ અસર પડે છે, જેના કારણે શરીરમાં ફિલ્ટરિંગમાં સમસ્યા થાય છે અને ઘણી બીમારીઓ શરીરમાં જન્મ લે છે. આટલું જ નહીં, તેનાથી કિડની ફેલ પણ થઈ શકે છે.કેલ્શિયમના વધુ પડતા સેવનથી શરીરમાં રોગો થવાનો ખતરો રહે છે અને તેનું કેટલું સેવન શરીર માટે પૂરતું છે.