Site icon Revoi.in

વડોદરામાં પસંદગી પામેલા 80 જુનિયર કલાર્કને નિમણૂંકના ઓર્ડર ન અપાતા અસંતોષ

Social Share

વડોદરાઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં ખાલી પડેલી વર્ગ-ત્રણ સંવર્ગની 552 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેઇટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા 80 જેટલા ઉમેદવારોને હજી સુધી નિમણૂક પત્ર અપાયા નથી. આવા બાકી રહેલા ઉમેદવારોએ મ્યુનિ. કોર્પોરેશન કચેરી ખાતે આવીને માગણી સાથે દેખાવો કરી રજૂઆત કરી હતી.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં કારકૂનોની ખાલી પડેલી 552 જગ્યાઓ માટે અરજીઓ મંગાવ્યા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2023 ઓક્ટોબર માસમાં પરીક્ષા લેવામાં આવી હતી ત્યારબાદ નેરીટને આધારે  કેટલાક ઉમેદવારોને નિમણૂકો આપવામાં આવી હતી. જેમાં છેલ્લે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, અને 80 જેટલી જગ્યા માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિમણૂક પત્ર આપી દેવા સરકારમાંથી સૂચના આપવામાં આવી હતી, એ પછી અનેક વખત રજૂઆત કરવા છતાં હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. ઉમેદવારોએ કહ્યું હતું કે અગાઉ મુખ્યમંત્રી પાસે રજૂઆત કર્યા બાદ હજુ સુધી અમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી, ફરી પાછું અમારે સરકારમાં રજૂઆત કરવા જવું પડશે, અને જરૂર પડે કોર્ટના દ્વાર ખખડાવીશું તેવી ચીમકી આપી હતી.