Homeગુજરાતીએસ્ટ્રો સાયન્સશું તમને સવારમાં આ વસ્તુઓ દેખાય છે? તો સમજી જાવ, તમારુ નસીબ...

શું તમને સવારમાં આ વસ્તુઓ દેખાય છે? તો સમજી જાવ, તમારુ નસીબ બદલાવાનું છે

આમ તો આજે પણ ભારતમાં મોટો વર્ગ એવો છે કે જેઓ વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર તથા ધાર્મિક વાતોમાં વધારે માને છે, દરેક કામ કરવામાં શુભ સમય જોવે છે તો આવામાં હવે તે પણ જાણવું જરૂરી છે કે જો કોઈ વ્યક્તિને સવારમાં આવું કઈ દેખાય તો તેણે સમજવું જોઈએ કે તેનું કિસ્મત બદલાવવાનું છે. શ્રીફળ, શંખ, સોપારી: સવારે ઉઠીને શ્રીફળ, શંખ, સોપારી, સફેદ ફૂલ, હાથીનું દર્શન કરવું પણ શુભ છે. ધનના દેવતા કુબેર આ જોઈને પ્રસન્ન થાય છે. વહેલી સવારે ઉઠી આ વસ્તુ જોવાથી તમારો દિવસ બની જાય છે અને આખો દિવસ સારો જાય છે.

વધારે આ બાબતે વાત કરવામાં આવે તો જો તમે સવારે આંખ ખોલતા જ પક્ષીઓનો કલરવ સાંભળો તો સમજો કે તમારો દિવસ બની ગયો છે. પક્ષીઓનો કલરવ સાંભળવો ખૂબ જ શુભ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે કોઈ પરિણીત સ્ત્રીને સવારે તૈયાર થતી અથવા પૂજાની થાળી લઈને જતી જોશો તો તમારો આવનારો સમય સારો રહેવાનો છે.

આ ઉપરાંત જો પક્ષીઓના કલરવ સિવાય જો તમે મંદિરમાં ઘંટનો અવાજ સાંભળો છો તો તે પણ ખૂબ જ શુભ છે. કહેવાય છે કે આ અવાજ સાંભળ્યા પછી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular