Site icon Revoi.in

તબીબોએ હવે મેડિકલ પ્રેક્ટિસની આવકનો ITને રોજનો હિસાબ-કીતાબ આપવો પડશે

Social Share

અમદાવાદ, 12 મે 2026 : Doctors will now have to provide daily accounts of medical practice income to IT ઈન્કમ ટેક્સ વિભાગે આવકવેરા એક્ટ 2025 હેટળ તૈયાર કરેલા આવકવેરાના 2026ની સાલના નવા નિયમો હેઠળ નવું ફોર્મ 25 દાખલ કરીને ડૉક્ટર્સ અને ડેન્ટિસ્ટ ઉપરાંત મેડિકલ પ્રોફેશનલ્સને તેમની પ્રતિદિન પ્રેક્ટિશનો હિસાબ આપવાની ફરજ પાડવામાં આવી છે. ડૉક્ટર્સ, ડેન્ટિસ્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર્સ આવકવેરાના કાયદા હેઠળ જાહેર કરવા પાત્ર આવક વ્યવસ્થિત જાહેર ન કરતાં હોવાની માન્યતાને આધારે નવું ફોર્મ દાખલ કરવામાં આવ્યું છે. એટલે તબીબોએ હવે પ્રેક્ટિસની રોજનો હિસાબ-કીતાબ આપવો પડશે. જોકે આઈટીના આ નવા નિયમ સામે તબિબોમાં નારાજગી જોવા મળી રહી છે.

આઈટી વિભાગના સૂત્રોના કહેવા મુજબ તબીબી કરદાતાઓને આવક મેડિકલ પ્રેક્ટિશના માધ્યમથી થતી હશે તો તેમણે તેના રોજેરોજની આવકને લગતા હિસાબો ફોર્મમાં ભરીને આવકવેરા કચેરીમાં ફરજિયાત રજૂ કરવા પડશે. આવકવેરાના નિષ્ણાતોનું કહેવું છે કે આ એક ફોર્મ નથી, પરંતુ ડૉક્ટર્સ, ડેન્ટિસ્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર્સની રોજની આવકનો હિસાબ મેળવીને તેમને પાસે યોગ્ય આવકવેરો વસૂલ કરવા માટે આ સમગ્ર કવાયત ચાલુ કરી દેવામાં આવી છે. ફોર્મ નંબર 25માં રોજની રોકડની આવકનું રજિસ્ટર બની જશે. તેનો અર્થ એ થયો કે ડૉક્ટર્સ, ડેન્ટિસ્ટ અને મેડિકલ પ્રોફેશનલની ક્લિનિકમાં રોજ રોજ જે પ્રોફેશનલ કામગીરી થાય છે તેનો હિસાબ હવે આપવો પડશે. તેમની વાર્ષિક આવક રૂપિયા 150 લાખથી વધારે થતી હોય તો તેમણે આ ફોર્મમાં તેમની તમામ વિગતો આપવી પડશે. તેમાં તારીખ, કેસ નંબર, પેશન્ટનું  નામ, પેશન્ટે કેટલી ફી ચૂકવી હોય તો તેની વિગતો ફોર્મ નંબર 25માં આપવી પડશે.

આ ઉપરાંત દર્દીને કેવા પ્રકારની સર્વિસ આપી છે અનિે તેને માટે કેટલી ફી લીધી છે. તેની પણ વિગતો આપવી પડશે. આવક કઈ તારીખે થઈ તેની વિગતો આપવામાં આવશે. પેશન્ટ પાસે કેટલી ફી માગી હતી અને પેશન્ટે કેટલી ફી આપી તેની વિગતો પણ આપવી પડશે. છેલ્લા ત્રણ વર્ષની વિગતો માગવામાં આવી છે. વાર્ષિક રૂપિયા 150 લાખની આવકની મર્યાદા ધરાવનારાઓની આવક તેનાથી વધુ થાય તો તેમણે તેની વિગતો તેમના ટેક્સના રિટર્નમાં જણાવવી પડશે. તેને માટે પેસન્ટનું નામ, સરનામું, કેસની તારીખ, કેસનો સિરિયલ નંબર, દરદીનું નામ અને દરદીને પાક્કી ઓળખ મળે તેવો પુરાવો તથા જે તે વર્ષમાં આવક કઈ સપાટીએ પહોંચી જશે તેની અગાઉથી વિગતો આપવી પડશે. દર્દીનું નામ, સરનામું, બીમારી, સારવાર તેના થકી થયેલી આવકની વિગતો માગવામાં આવી છે.

સૂત્રોના કહેવા મુજબ ડૉક્ટર્સ, ડેન્ટિસ્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર્સે તેમના રોજિંદા પેશન્ટ્સ અને તેમને આપેલી સારવારને લગતો રેકોર્ડ સાત વર્ષ સુધી સાચવી રાખવો પડશે. ડૉક્ટર્સ તેમની વાસ્તવિક આવક કરતાં બહુ જ ઓછી આવક ધરાવે છે. તેમ જ દરેક દરદીને ટ્રેક કરી શકાય તે રીતે તેની વિગતો આપવાની રહેશે. તેમના રેકોર્ડને રોજ રોજ અપડોટ કરવો પણ ફરજિયાત કરવામાં આવ્યો છે.

Exit mobile version