અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટૂંક સમયમાં ટીકટોકના ભવિષ્ય અંગે વાતચીત કરવાના છે. આ જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી.
ટ્રમ્પે જણાવ્યું કે, આ વાતચીતનો મુખ્ય હેતુ ટીકટોકને લગતા વિવાદનો ઉકેલ લાવવાનો છે. તેમણે સ્વીકાર્યું કે તેમને ટીકટોક પસંદ છે અને આ પ્લેટફોર્મે તેમને ચૂંટણી પ્રચારમાં પણ ઘણી મદદ કરી હતી.
અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ટીકટોક એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર ટીકટોક પર પ્રતિબંધ મૂકવાની શક્યતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પ અને શી જિનપિંગની આ મંત્રણા આ મુદ્દા પર એક મહત્વપૂર્ણ નિર્ણય લાવી શકે છે.

