1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડો. આંબેડકર અને રાષ્ટ્રવાદ, ડો. આંબેડકર એક અસાધારણ અર્થ શાસ્ત્રી અને ડો. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ભાગ 13ના અનુવાદનું વિમોચન
ડો. આંબેડકર અને રાષ્ટ્રવાદ, ડો. આંબેડકર એક અસાધારણ અર્થ શાસ્ત્રી અને ડો. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ભાગ 13ના અનુવાદનું વિમોચન

ડો. આંબેડકર અને રાષ્ટ્રવાદ, ડો. આંબેડકર એક અસાધારણ અર્થ શાસ્ત્રી અને ડો. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ભાગ 13ના અનુવાદનું વિમોચન

0
Social Share

અમદાવાદઃ ડો. આંબેડકર ચૅર, ગુજરાત યુનિવર્સિટી અને સામાજિક સમરસતા મંચ, ગુજરાતના ઉપક્રમે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ડો. આંબેડકર અને રાષ્ટ્રવાદ (અનુવાદ. મધુકાન્ત પ્રજાપતિ) ડો. આંબેડકર એક અસાધારણ અર્થ શાસ્ત્રી(અનુવાદ. ડો. નરેશ ચૌહાણ) તેમજ ડો. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ભાગ 13 (અનુવાદ ડો. અમિત જ્યોતિકર) નું વિમોચન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશું પંડયા, સ્વાવલંબી ભારત અભિયાનના સંયોજક તથા ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી ભગવતીપ્રકાશ શર્મા તેમજ સામાજિક સમરસતા મંચના મંત્રી ડો. વિજય ઝાલાના હસ્તે થયું હતું.

​આ પ્રસંગે બોલતા મુખ્ય વક્તા ડૉ. ભગવતીપ્રકાશ શર્માજીએ કહ્યુ ભગવાન બુદ્ધના અવધાનને સ્મરણ કરીએ તો ભારતનો વાસ્તવિક વિસ્તાર  જોવા મળે છે, એ સર્વ જગ્યાએ ભગવાન બુદ્ધના વિચારોનું માર્ગદર્શન છે. ભારતના ચાર પંથો જૈન, સનાતન,  બૌદ્ધ,  સિખની વાત કરીએ તો 90 ટકા વાતો એક સરખી જ જોવા મળશે. મહાન પુરુષો પોતાના સમયમાં હોય તે વિષયો પર પોતાના વિચાર રજૂ કરે છે.

ભારતના સંવિધાનની રચના સર ઈવોલ્ડ જેનિંગ્સ કરવાના હતા પરંતુ ગાંધીજીના આગ્રહથી ભારતના સંવિધાનની જવાબદારી ડૉ. બાબાસાહેબ આંબેડકરને મળી.  ડૉ. બાબાસાહેબની દૂરદ્રષ્ટિ ને કારણે આપણે એક રહી શક્યા. સોવિયેત સંઘના ત્રણ બંધારણ બન્યા છતાં તેનું વિઘટન થઈ ગયું જ્યારે ભારત આજે પણ અખંડિત છે. બાબાસાહેબે કહ્યુ હતું વિભાજન વખતે વસ્તીની સંપૂર્ણ અદલાબદલી થાય. ધારા 370 નો પણ ડૉ.બાબાસાહેબએ વિરોધ કર્યો હતો.

1954 માં ભંડારાની ચુંટણી થઈ ત્યારે ડૉ.બાબાસાહેબએ દત્તોપંત થેંગડીને બીજા ઉમેદવાર બનવા કહ્યું થેંગડીજી સંઘના પ્રચારક હોવાથી ન કરી શકતા તેમણે બાબાસાહેબ માટે પ્રચાર કર્યો.  ડૉ. ભગવતીપ્રકાશ શર્માજીએ કહ્યુ કે ભગવાન શ્રીકૃષ્ણે પણ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે સર્વ પ્રાણી મને પ્રાપ્ત કરે છે. ભારત હંમેશાથી સમરસ રહ્યું છે. અંગ્રેજ આવ્યા તે પહેલા ભારતમાં ક્યાંય આર્ય આક્રમણની થિયરી જ નહોતી. આજે આપણે ભાષાવાદ, પ્રાંતવાદ, જાતિવાદ થી વગેરેથી ઉપર ઉઠીશું તો આપણે વિશ્વની સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનવા સક્ષમ છે. આજે આતંકવાદ,  પર્યાવરણ વગેરેની સમસ્યાઓ છે એને બુદ્ધ ના વિચારો થકી ઉકેલ મળી શકે.

આ પ્રસંગે ડૉ. આંબેડકર અસાધારણ અર્થશાસ્ત્રીના અનુવાદ કર્તા લેખક શ્રી નરેશભાઈ ચૌહાણે પોતાના અનુભવમાં  જણાવ્યું કે 80-90 ના દશકામાં ગરીબો દલિતોના મસીહા તરીકે  ડૉ. બાબાસાહેબ ને ઓળખવામાં  આવ્યા, પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકર મુળ અર્થશાસ્ત્રી હતા. પુસ્તક વાંચતા જણાશે આંબેડકર રાષ્ટ્રનેતા છે એમણે આપેલી પૉલીસોઓ સર્વજન હિતાયની છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્વપ્ન મજબુત રાષ્ટ્રનો છે.

ડૉ.આંબેડકર અને રાષ્ટ્રવાદ પુસ્તક ના અનુવાદક શ્રી મધુકાંતભાઈ પ્રજાપતિએ પુસ્તકનો પરિચય આપતા કહ્યુ કે આ પુસ્તક ગાગરમાં સાગર જેવું છે જેમાં અનેક વિષયો આવરી લેવાયા છે. બે ભાગમાં પુસ્તક છે. એકમાં અન્ય લેખકોના લેખ બીજામા લેખકના લેખો છે. પ્રથમ ભાગમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પાંચ લેખ છે.  પ્રસ્તાવનામાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના રાષ્ટ્રીય ચરિત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રપુરુષને ઓળખવામાં આપણા નેતાઓ મોડા પડ્યા છે. બીજા ભાગમાં પુસ્તના મુળ લેખક પ્રો. બસંતકુમાર ના પોતાના 19 લેખો છે.

ડૉ.બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ વોલ્યુમ 13 ના સંપાદક અને અનુવાદક ડૉ. અમિતભાઈ જ્યોતિકર એ જણાવ્યુ કે આપણે વર્ષોથી ડાબેરીઓએ લખેલો ઇતિહાસ વાંચ્યો છે તેથી ભ્રમિત છીએ. આજે દેશને એક તાંતણે બાંધી રાખતુ બંધારણ ડૉ.બાબાસાહેબ આંબેડકરની દેન છે. વોલ્યુમ 13 લગભગ 1600 પેજમાં વિસ્તૃત છે. ભારતીય બંધારણ એસેમ્બલી ડિબેટની ચર્ચાઓ છે વોલ્યુમ 13 માં. કોમન સિવિલ કૉડ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરે શું કહ્યું તેનો ઉલ્લેખ છે. સાયમન કમિશન સાથે એમના મતભેદ પણ હતા એ ડૉ. બાબાસાહેબ આંબેડકરે લખીને આપેલા છે. પ્રથમ અને અંતે પણ ભારતીય છું એ કહેનાર ડૉ.બાબાસાહેબ આંબેડકર છે. આ પુસ્તકમાં અનામત સંદર્ભે સરદાર પટેલ સાથેની ચર્ચા છે. સંવિધાન સભામાં કેટલીક વાર નેતાઓ વચ્ચે ચકમક પણ ઝરી છે. એક ભ્રમ છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરને સંવિધાન સભામાં મુસ્લિમ લીગના સમર્થનથી ગયા હતા એ ભ્રમનું નિરસન આ પુસ્તકમાં છે.

આ પ્રસંગે આંબેડકર ચૅર ના સંયોજક ડો. ભરત મૈત્રૈય. સંઘચાલક મહેશભાઈ પરીખ સામાજિક સમરસતાના સંયોજક ડો. હેમાંગ પુરોહિત સહિત અનેક પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હિંમતભાઈ વાટલિયાએ તેમજ આભારવિધિ ડો. વિજય ઝાલાએ કરી હતી. આ પ્રસંગે સમરસતા મંચની વેબસાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code