- વાયુસેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક
- 4 મે બનેલી ઘટનાને લઈને સેનાએ લીધો નિર્ણય
દિલ્હીઃ- ભારતીય વાયુસેનામાં ઘ્રુવ હેલિકોપ્ટર ઘણી રીતે ઉપયોગમાં લેવાતુ હતુ જો કેઘ્રુવ હેલિકોપ્ટર સાથએ અનેક વખત ક્રેશ થવાની કે ખાનમી સર્જવાની ઘટનાઓ બની છે જેને જોતા હવે ભારતીય વાયુસેનાએ તેના સંચાલન પર રોક લગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળ અને ભારતીય તટ રક્ષક દળના હેલિકોપ્ટરને સંડોવતા બે અકસ્માતો બાદ આ હેલિકોપ્ટરને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટરને ઉડ્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે.ત્યારે હવે તેના સંચાલન પર રોક લાગાવામાં આવી છે.
આ અગાઉ 16 માર્ચે, અરુણાચલ પ્રદેશમાં બોમડિલા ચિતા હેલિકોપ્ટર ATC સાથે સંપર્ક ગુમાવ્યા પછી ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બંને પાઇલટ લેફ્ટનન્ટ કર્નલ વિનય બાનુ રેડ્ડી અને મેજર જયંતા એ માર્યા ગયા હતા.
ત્યાર બાદ ફરી બીજી વખત ા હેલિકોપ્ટર સાથએ દુર્ઘટના સર્જાય, સેનાના ઘ્રુવ હેલિકોપ્ટર 4 મે ના રોજ ડિવિઝનના કિશ્તવાડના દૂરના વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં ત્રણ લોકો સવાર હતા. જ્યારે ત્રણેયને ઈજા થઈ હતી. તેને સારવાર માટે ઉધમપુરની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.આ ઘટનાને લઈને પાયલોટે ટેકનિકલ ખામી અંગે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી હતી.ઉલ્લેખનીય છે કે સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું છે કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે ALH ધ્રુવ હેલિકોપ્ટરનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે.
આ બન્ને દુર્ઘટના પાછળ અનેક કારણ બતાવાઈ રહ્યા છે ભારતીય સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કેવી રીતે દુર્ઘટનાનો શિકાર બન્યું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. દુર્ઘટના પાછળ ખરાબ હવામાન પણ કારણભૂત હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે ધ્રુવ હેલિકોપ્ટરની ક્ષમતા 12 લોકોને બેસાડવાની છે 52.1 ફૂટ લાંબા અને 16.4 ફૂટ ઊંચા ધ્રુવ હેલિકોપ્ટરની મહત્તમ ઝડપ 291 કિમી પ્રતિ કલાક છે. 20 હજાર ફૂટની ઉંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતું આ હેલિકોપ્ટર એક સમયે 630 કિલોમીટર સુધી ઉડી શકે છે.જો કે હવે તેનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.