
ભારે વરસાદને લીધે કોકણ રેલવે પ્રભાવિત બનતા અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોના રૂટ્સ બદવાયા
અમદાવાદ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. એમાં કોકણ વિસ્તારમાં વરસાદે ભારે ખાના કરાબી સર્જી છે, જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા અને રેલવે સેવા પર મોટી અસર વર્તાઇ છે. રેલવેના અલગ અલગ ઝોનની ઘણીબધી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનોના રૂટ્સ પણ પ્રભાવિત બન્યા છે.
મહારાષ્ટ્રમાં કોંકણ નદી ખતરાના નિશાન પર વહી રહી છે જેના લીધે રત્નાગિરિ અને રાયગઢ જિલ્લાથી પસાર થતી ટ્રેનો પ્રભાવિત થઇ છે. ઘણી ટ્રેનોને ત્યાં અટકાવી દેવામાં આવી છે. રેલવે એ એક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રેનો સુરક્ષિત સ્થળો પર છે અને તેમાં બેઠા મુસાફરોને ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં પુરી પાડવામાં આવી રહી છે. કોંકણ રેલવેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી અને ભૂસ્ખલનને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેમાં આજે તારીખ 24 જુલાઇ, 2021 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 06337 ઓખા-એર્નાકુલમ સ્પેશિયલ પેરિંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે તિરુનેલવેલીથી ચાલનારી ટ્રેન નંબર 09423 તિરુનેલવેલી-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ વાયા શોરાનુર, ઇરોડ, જોલરપેટ્ટઇ, કૃષ્ણરાજપુરમ, હુબલી, મિરજ, કર્જત અને પૂણે થઈને ચાલશે. આ ઉપરાંત અન્ય ટ્રેનોના રૂટ્સ પણ બદવલામાં આવ્યા છે.
(PHOTO-FILE)