Site icon Revoi.in

દેશભરમાં દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક થઈ રહેલી ઉજવણી

Social Share

નવી દિલ્હીઃ દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર આસુરી શક્તિ પર વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, આ તહેવાર અન્યાય પર ન્યાયની જીતનું પ્રતીક છે. રાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી છે કે આસ્થા અને ઉત્સાહનો આ તહેવાર બધા માટે સફળતા, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, મોદીએ કામના કરી કે મા દુર્ગા અને ભગવાન શ્રી રામના આશીર્વાદથી, લોકો જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશવાસીઓને વિજયાદશમીના તહેવારની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આ તહેવાર અનિષ્ટ પર જીતનો સંદેશ આપે છે. તેમણે દરેકને તમામ બુરાઈઓનો નાશ કરવાની પ્રતિજ્ઞા લેવા આહવાન કર્યું હતું.