Site icon Revoi.in

ઊનામાં વહેલી સવારે શાળામાં સિંહ ઘૂંસી જતાં શિક્ષકોએ રૂમના દરવાજા બંધ કરી દીધા

Social Share

ઊનાઃ શહેરના ગાયત્રી વિદ્યાલયમાં સવારે શિક્ષકો આવી ગયા હતા. અને બાળકો શાળામાં આવી રહ્યા હતા તે દરમિયાન એક સિંહ એકાએક દીવાલ કૂદીને શાળાના કેમ્પસમાં આવી ગયો હતો, સિંહને જોઈને શિક્ષકો પફડી ઊઠ્યા હતા, અને ક્લાસરૂમના દરવાજા બંધ કરી દીધા હતા. તેમજ વાલીઓને ત્વરિત મેસેજ કરીને ભાલકોને શાળામાં ન મોકલવા કહેવાયું હતું. દરમિયાન કટેલાક વાલીઓને શાળાની બહાર જાણ થતાં જ બાળકોને શાળામાં આવતા રોકી દીધા હતા. બીજીબાજુ સિંહએ શાળાના કેમ્પસમાં વાછરડાનો શિકાર કરીને બેસી ગયો હતો. શિક્ષકોએ અંતે વન વિભાગને જાણ કરીને સિંહને શાળાની બહાર ખદેડ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આવેલી ગાયત્રી વિદ્યાલય નામની ખાનગી શાળાના કેમ્પસમાં સિંહ ઘૂસી આવ્યો હતો. જેને પગલે ભારે અફરાતરફ મચી ગઈ હતી. સિંહને ભગાડવા માટે વન વિભાગને બોલાવવુ પડ્યુ હતું. શાળામાં સિંહ ઘૂસતા ફફડાટ કારણે વિદ્યાર્થીઓને રજા જાહેર કરાઈ હતી.

વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ ઉના શહેરના રફાળેશ્વર મંદિર વિસ્તારમાં આવેલી ગાયત્રી વિદ્યાલયમાં વહેલી સવારે 7 કલાકે વાછરડું પાછળ સિંહે દોટ મૂકી હતી. વાછરડું પોતાનો જીવ બચાવવા શાળામાં કમ્પાઉન્ડમાં આવી પહોચ્યું હતું. જેની પાછળ સિંહ પણ દોડી શાળા કમ્પાઉન્ડમાં આવી ગયો હતો, અને વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટના એ સમયે બની, જ્યારે વહેલી સવારે શાળામાં શિક્ષકો આવી પહોંચ્યા હતા, અને બાળકોનો આવવાનો સમય 7:30 નો હતો, જેથી બાળકોની પણ ધીરે ધીર અવરજવર શરૂઆત થઈ ગઈ હતી. બીજી તરફ શાળામાં કમ્પાઉન્ડમાં સિંહે આંટાફેરા મારવાનુ શરૂ કર્યું હતું. શિક્ષકો સિંહના ભયથી દરવાજા બંધ કરીને રૂમમાં પુરાઈ ગયા હતા. સિંહે આખી શાળાની તમામ બિલ્ડીંગમાં અંદર બહાર અને ગ્રાઉન્ડમાં આંટા ફેરા મારતાં દેકારો મચી ગયો હતો. શાળા દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સિંહ પાસેથી મૃત વાછરડું છોડાવ્યું હતું. સિંહ શિકાર કરી અન્ય દરવાજાથી નાસી છૂટ્યો હતો.

સમગ્ર ઘટનામાં ગાયત્રી વિદ્યાલયના સેક્રેટરી દિનેશભાઈએ જણાવ્યું કે, અમે બાળકોનાં વાલીઓને તત્કાલિક મેસેજ કરી શાળાએ ન આવવા જણાવ્યું અને રજા જાહેર કરવામાં આવી હતી.  સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.  શાળા સંચાલકોએ પોતાના મોબાઈલમાં પણ સિંહની હિલચાલ કેદ કરી હતી. (file photo)