1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા,33 મિનિટમાં 3 રાજ્યોમાં ધરતી ધ્રૂજી 
મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા,33 મિનિટમાં 3 રાજ્યોમાં ધરતી ધ્રૂજી 

મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા,33 મિનિટમાં 3 રાજ્યોમાં ધરતી ધ્રૂજી 

0
  • મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા
  • 33 મિનિટમાં 3 રાજ્યોમાં ધરતી ધ્રૂજી
  • કોઈ જાનહાનિ કે નુકસાન નહીં

દિલ્હી:મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.33 મિનિટની અંદર ત્રણ રાજ્યોમાં ધરતી ધ્રુજી હતી.ભૂકંપના આંચકા સૌ પ્રથમ મણિપુરના ચંદેલમાં રાત્રે 11.28 વાગ્યે અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.તેનું કેન્દ્ર 93 કિમીની ઊંડાઈએ હતું. આના બે મિનિટ પછી એટલે કે રાત્રે 11.30 વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબામાં ધરતી ધ્રૂજી ગઈ. તેની તીવ્રતા 2.8 હતી.

ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું.આ પછી મહારાષ્ટ્રના નાંદેડમાં રાત્રે 12.01 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર 5 કિમીની ઊંડાઈએ હતું.ત્રણેય રાજ્યોમાં આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આના થોડા સમય પહેલા મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 હતી.તેનું કેન્દ્ર 95 કિલોમીટરની ઊંડાઈ પર હતું.સૌથી મહત્વની વાત એ છે કે,આ ભૂકંપના કારણે જાનહાનિની ​​કોઈ માહિતી નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.