
ઝડપથી ખાવાથી વધે છે વજન, ધીમે ધીમે ખાવાથી ઘટે છે વજન – બ્રિટિશ વૈજ્ઞાનિકનો દાવો
- વજનને લઈને બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો
- વજન વધારવા ઝડપથી ખાવ
- ધીમે જમવાથી ઓછુ થાય છે વજન
વજન વધારવા માટે અને ઓછુ કરવા માટે ઈન્ટરનેટ પર તથા કેટલાક પુસ્તકોમાં અનેક પ્રકારના ઉપાયો આપ્યા છે. લોકો દ્વારા તેનું સતત અનુકરણ પણ કરવામાં આવે છે ત્યારે બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે જે કેટલાક લોકોને ઉપયોગી સાબીત થઈ શકે તેમ છે.
બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા વજન ઘટાડવાની નવી રીત જણાવી છે જેમાં નવા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જો તમારે વજન ઘટાડવું હોય તો ધીમે ધીમે ચાવીને ખાવાની આદત રાખવી જોઈએ. આ દાવો બ્રિસ્ટલ અને રોહમ્પ્ટન યુનિવર્સિટીએ તેમના રિસર્ચમાં કર્યો છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકો ઝડપથી ખાવાનું ખાય છે તેમને વજન વધવાનું જોખમ વધારે રહે છે.
સંશોધકોએ દ્વારા આ માટે 800 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું અને તેમાં સંશોધકોએ જાણ્યું કે ખાવાની સ્પીડ અને વજનની વચ્ચેનું કનેક્શન સમજાવ્યું છે. 800 બાળકો અને વયસ્કો પર કરવામાં આવેલા રિસર્ચના અનુસાર, જો તેઓ ખાવાનું ઉતાવળમાં ખાય છે તો તેમની કમરનો ઘેરાવો અને બોડી માસ ઈન્ડેક્સ વધી જાય છે.
સંશોધનકર્તા ડૉ. ગિબ્સનના જણાવ્યા પ્રમાણે, અમારું રિસર્ચએ દર્શાવે છે કે, બાળકો અને વયસ્કોએ તેમની ખાવાની ક્વોલિટી અને ખાવાની રીત પણ બદલવાની જરૂર છે. તમે ચાવીને ખોરાક ખાવ છો તો તમે કમરની સાઈઝને વધવાથી અટકાવી શકો છો.
દેવાંશી