
જમ્યા બાદ આટલી વસ્તુઓ ખાવી આરોગ્ય માટે ફાયદાકારક, જાણો કંઈ કંઈ વસ્તુઓ ખાવી જોઈએ
સામાન્ય રીતે આપણા ભારતીયોને રાત્રે જમ્યા બાદ સ્વિટ ખાવાની આદત હોય છે જો કે સ્વિટ ખાવાથઈ અનેક સમસ્યા સર્જાય શકે છે તેથી તમારા જમ્યા બાદ સ્વિટ ખાવાની આદત છોડી દેવી જોઈએ જો કે તમને કંઈક ખાવાનું મન હોય જ તો તમે બીજી ઘણી એવી વસ્તુઓ છે જે ખાય શકો છો.
લોકોને જમ્યા પછી સ્વિટ ખાવાની આદત હોય છે,જો કે આ આદત બિલકુલ પણ સારી નથી,તે ક્યાંકને ક્યાંક તનારા તંદુરસ્ત આરોગ્યને ખરાબ કરી રહી છે.આવી સ્થિતિમાં મીઠાઈ ખાવાની લાલસાને શાંત કરવા માટે મીઠાઈઓની સૂચિમાં કઈ સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે.મીઠાઈ ખાવાથી તમે તમારું આરોગ્ય ખરાબ કરો છો,કારણ કે તેમાં આવતા સુગરને કારણ વજન વધવાની સમસ્યા સર્જાય છએ સાથે સાથે કોલેસ્ટ્રોલ વધવાથઈ લઈને શ્વાસની બીમારી જેવી અનેક બીમારીઓ થાય છે.
ફળો ખાવા જોઈએ
જો મીઠાઈ ખાવાની લાલસા હોય તો ચીકુ, દ્રાક્ષ, કેરી, કેળા જેવા ફળોને આહારનો ભાગ બનાવો.કિસમિસ, પણ આમાં સામેલ કરી શકાય છે. જે મીઠાની સાથે સાથે હેલ્ધી પણ હોય છે.
ગોળ ખાવાની આદત
ગોળમાં ઝીંક, વિટામિન-બી, કેલ્શિયમ, ફોસ્ફરસ, કોપર અને મિનરલ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન વગેરે પોષક તત્વો હોય છે. તેથી મીઠાઈને બદલે જમ્યા પછી થોડો ગોળ ખાવો શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પીનટ બટરનો કરો ઉપયોગ
પીનટ બટર એ પ્રક્રિયા વિનાનું ખોરાક છે, જે પીનટમાંથી બનાવવામાં આવે છે. તે પ્રોટીન, હેલ્ધી ફેટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. જો તમને જમ્યા પછી મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો તમે કુદરતી પીનટ બટરનું સેવન પણ કરી શકો છો.