Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં કરોડોની છેતરપીંડી કેસમાં આઠ સ્થળો ઉપર ઈડીના દરોડા

Social Share

કોલકાતા: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના અધિકારીઓએ ગુરુવારે તામિલનાડુમાં રૂ. 1,000 કરોડથી વધુની સાયબર છેતરપિંડીના કેસની તપાસના સંબંધમાં પશ્ચિમ બંગાળમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોલકાતાના પાર્ક સ્ટ્રીટ, સોલ્ટ લેક અને બગુહાટી વિસ્તારોમાં એક સાથે પાંચ સ્થળોએ અને જુદા જુદા જિલ્લાઓમાં અન્ય ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું કે સોલ્ટ લેક વિસ્તારમાં દરોડા દરમિયાન ED અધિકારીઓએ પૂછપરછ માટે એક વ્યક્તિને અટકાયતમાં લીધો હતો. “અમારા અધિકારીઓ હવે બાગુહાટીમાં એક ફ્લેટ પર દરોડા પાડી રહ્યા છે.” તેમણે કહ્યું કે પૂર્વ ભારતના રાજ્યોમાંથી ઘણા લોકો આ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version