1. Home
  2. ગુજરાતી
  3. ઈડીના સમનનું સમ્માન થવું જ જોઈએ, સુપ્રીમ કોર્ટે કહ્યું એજન્સી કોઈને પણ બોલાવી શકે
ઈડીના સમનનું સમ્માન થવું જ જોઈએ, સુપ્રીમ કોર્ટે કહ્યું એજન્સી કોઈને પણ બોલાવી શકે

ઈડીના સમનનું સમ્માન થવું જ જોઈએ, સુપ્રીમ કોર્ટે કહ્યું એજન્સી કોઈને પણ બોલાવી શકે

0
Social Share

નવી દિલ્હી: ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટેડના સમનને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પીએમએલએની કલમ-50 હેઠળ જો કોઈને તલબ કરવામાં આવે છે, તો તેણે સમનનું સમ્માન કરવું પડશે અને તેનો જવાબ પણ આપવો પડશે. ખાસ વાત એ છે કે કોર્ટ તરફથી આ ટીપ્પણી એવા સમયે આવી છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સતત 8 સમન નહીં માનવાની ચર્ચાઓ છે.

સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના એક આદેશ વિરુદ્ધ ઈડીએ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે કથિત રેત ખનન ગોટાળામાં તમિલનાડુના પાંચ ડીએમને સમન જાહેર કરવા પર રોક લગાવી દીધી હતી. તમિલનાડુ સરકારે ઈડી તરફથી જાહેર કરવામાં આવેલા સમનને હાઈકોર્ટમાં પડકાર્યા હતા. તેનાપર બાદમાં ડિવિઝન બેન્ચે રોક લગાવી દીધી હતી.

હવે ઈડીએ વચગાળાના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે રોકને હટાવી દીધી અને જિલ્લા કલેક્ટરોને ઈડીનું સમન રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

મામલાની સુનાવણી જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિત્તલની ખંડપીઠ કરી રહી હતી. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, ખંડપીઠે કહ્યું છે કે એ જોવામાં આવ્યું છે કે અધિનિયમ હેઠળ જાહેર કાર્યવાહી દરમિયાન ઈડી કોઈપણ વ્યક્તિને પુરાવા રજૂ કરવા અથવા હાજર થવા માટે તલબ કરી શકે છે.

આગળ કહેવામાં આવ્યું છે કે જે કોઈને પણ સમન જાહેર કરવામાં આવ્યો છે, તેમની પાસેથી આશા કરવામાં આવે છે કે તેઓ ઈડીના સમનનું સમ્માન કરશે અને તેનો જવાબ આપશે.

પીએમએલએની કલમ-50 હેઠળ ઈડી જે વ્યક્તિની હાજરીને તપાસ દરમિયાન જરૂરી સમજે છે, તેને સમન જાહેર કરી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code