ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરોનું મહેનતાણું બમણું કર્યું છે. એક નિવેદનમાં, ચૂંટણી પંચે જણાવ્યુ કે, સુધારેલા માળખા મુજબ, BLOનું વાર્ષિક મહેનતાણું છ હજાર રૂપિયાથી બમણું કરીને 12 હજાર રૂપિયા કરાયું છે. મતદાર યાદીઓની સુધારણા માટે BLOને પ્રોત્સાહનની રકમ એક હજારથી વધારીને બે હજાર રૂપિયા કરાઇ છે. મતદાર યાદીની તૈયારી પ્રક્રિયાની દેખરેખ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા BLO સુપરવાઇઝરોને હવે વાર્ષિક 18 હજાર રૂપિયા મળશે.
ચૂંટણી પંચે પહેલીવાર ચૂંટણી નોંધણી અધિકારીઓ–ERO અને સહાયક ચૂંટણી નોંધણી અધિકારી- AEROને માનદ વેતન આપવાનું શરૂ કર્યું છે. EROને 30 હજાર રૂપિયા, જ્યારે AEROને 25 હજાર રૂપિયા માનદ વેતન મળશે.ચૂંટણી પંચે બિહારથી શરૂ થતા ખાસ સઘન નિરીક્ષણ સુધારા-SIR માટે BLOને છ હજાર રૂપિયાના ખાસ પ્રોત્સાહનને પણ મંજૂરી આપી છે.