Site icon Revoi.in

ચૂંટણીપંચ SIR ની પ્રક્રિયામાં AI ટેકનોલોજીનો કરશે ઉપયોગ

Social Share

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ હવે મતદાર સૂચિ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયામાં આધુનિક AI ટેકનોલોજીનો ઉપયોગ કરશે. પશ્ચિમ બંગાળમાં આ ટેકનોલોજી દ્વારા બોગસ અને મૃત્યુ પામેલા મતદાતાઓની ઓળખ વધુ ચોક્સાઈથી કરી શકાશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, AIની મદદથી મતદાર યાદીમાં સમાવાયેલ તસવીરોમાં ચહેરાની સમાનતા વિશ્લેષણ કરવામાં આવશે, જેથી એક જ વ્યક્તિ વિવિધ સ્થળે નોંધાયેલ હોય તો તેની તરત ઓળખ થઈ શકે.

અધિકારીએ જણાવ્યું કે તાજેતરમાં ખાસ કરીને પ્રવાસી મતદારોની તસવીરોના દુરૂપયોગની ફરિયાદો વધી છે, જેના કારણે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે સમજાવ્યું કે AI આધારિત ફેસ-મેચિંગ ટેક્નિક દ્વારા એવી તમામ તસવીરો શોધવામાં આવશે, જ્યાં એક જ વ્યક્તિની તસવીર મતદાર યાદીમાં અનેક જગ્યાએ જોવા મળે. જો કે, AI ટેકનોલોજી સહાયરૂપ ભલે બને, પરંતુ બૂથ લેવલ અધિકારી (BLO)ની ભૂમિકા કેન્દ્રસ્થાનમાં જ રહેશે. BLOને પહેલાની જેમ જ મતદારોના ઘરે જઈને તેમના ફોટા લેવા પડશે અને જ્યારે બૂથ લેવલ એજન્ટ (BLA) દ્વારા ફોર્મ સબમિટ થાય ત્યારે BLOને સહીનું વેરીફીકેશન પણ જાતે જ કરવું પડશે.

અધિકારીએ કહ્યું કે, જો તપાસ બાદ કોઇ બોગસ અથવા મૃત્યુ પામેલો મતદાર મળે, તો તેની જવાબદારી સંબંધિત કેન્દ્રના BLOની જ ગણાશે. ચૂંટણી પંચે ગયા મહિને દેશના બીજા તબક્કામાં SIR પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરી હતી. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.

 

Exit mobile version