1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચૂંટણી ઈફેક્ટ, ગુજરાત સરકારમાં પ્રમોશનની મોસમ, 68 અધિકારીઓને બઢતી

ચૂંટણી ઈફેક્ટ, ગુજરાત સરકારમાં પ્રમોશનની મોસમ, 68 અધિકારીઓને બઢતી

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અઠવાડિયામાં થવાની શક્યતા છે, ત્યારે રાજ્ય સરકારે તેના કર્મચારીઓની બદલીઓ બાદ હવે પ્રમોશનની પેન્ડિગ ફાઈલો ક્લીયર કરવા લાગી છે. કેન્દ્રિય ચૂંટણી પંચે તાજેતરમાં ગુજરાતના સિનિયર આઇપીએસ અધિકારીઓની  બદલીઓ બાકી હોવાને કારણે નારાજગી વ્યક્ત કરીને ડીજીપી આશિષ ભાટિયા પાસે ખુલાસો માંગ્યો હતો. ત્યાર બાદ 17 સિનિયર આઇપીએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. હવે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સચિવોની બદલીઓના આદેશ કરવામાં આવ્યાં છે. જેમાં 41 સેક્શન ઓફિસરની ઉપ-સચિવ તરીકે બઢતી સાથે બદલી, 27 ઉપ-સચિવની નાયબ સચિવ તરીકે બઢતી સાથે બદલી, 9 નાયબ સચિવોની પણ બદલી કરી દેવામાં આવી છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત સચિવ ડી.બી. પરમારની અધિક સચિવ તરીકે બઢતી આપીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં નિયુક્તિ આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યમાં આચારસંહિતા અમલમાં આવી જશે. રાજ્ય સરકારે ચૂંટણી પંચના નિર્દેશ બાદ ત્રણ વર્ષથી એક જ સ્થળ પર નોકરી કરતા આઈએએસ અને આઈપીએસ સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ ગેસ કેડરના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. તાજેતરમાં જિલ્લા આરોગ્ય અધિકારીઓ, એસટી નિગમના અધિકારીઓની પણ બદલીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા સેક્શન ઓફિસરો, અને ઉપ સચિવોની પણ પ્રમોશનની ફાઈલ ક્લીયર કરીને 68 જેટલા અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે થોડા દિવસ પહેલા જ એસટીના વિભાગીય નિયામક, ડેપો મેનેજર, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રીટેન્ડન્ટ સહિત 120ની બદલી અને 11 ને પ્રમોશન આપ્યા હતા. રાજ્ય સરકારે સમયાંતરે કર્મચારીઓ અને અધિકારીઓની બદલીઓ કરી હતી. હવે પ્રમોશન પણ આપવામાં આવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code