Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂપિયા 271 કરોડની વીજળી ચોરી પકડાઈ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું સૌથી વધુ દૂષણ જોવા મળી રહ્યું છે. પીજીવીસીએલ દ્વારા સમયાંતરે દરોડો પાડીને વીજચોરી પકડવામાં આવતી હોય છે. જે વિસ્તારમાં લાઈન લોસ વધુ હોય એવા વિસ્તારોમાં વીજચોરી સામે દરોડો પાડવામાં આવતા હોય છે. પીજીવીસીએલ દ્વારા છેલ્લા વર્ષમાં વીજ ચેકિંગની કામગીરી દરમિયાન આશરે રૂ. 271.01 કરોડની પાવરચોરી પકડી પાડવામાં આવી હતી. એપ્રિલ-2024થી માર્ચ-2025 દરમિયાન કુલ 4,74,347 વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ 63,198 વીજ જોડાણોમાં વીજચોરીના બિલો ફટકારવામાં આવ્યા જેની અંદાજિત રકમ રૂ. 271.01 કરોડ છે. વીજચોરીમાં પકડાયેલા ગ્રાહકો/બિનગ્રાહકો સામે પોલીસ સ્ટેશનમાં વીજચોરીનો ગુનો દાખલ કરી વીજચોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વીજ ચોરી થતી હોવાથી લાઈન લોસ વધતો જાય છે.પીજીવીસીએલનાં વિજિલન્સ વિભાગ તથા સબ ડિવિઝન / ડિવિઝનના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા વીજચોરી ડામવા માટે સતત ચેકિંગ કરવામાં આવ્યું હતુ. ખાસ કરીને વીજચોરીમાં ડાયરેક્ટ લંગર નાખીને, વાયરથી મીટર બાયપાસ કરીને, મીટરના સીલ સાથે ચેડાં કરીને, હેતુફેર કરીને, લોડ વધારો લઈને, સર્વિસ વાયર સાથે ચેડાં કરવા વગેરે પ્રકારની ગેરરીતિ વધુ પ્રમાણમાં જોવા મળી હતી. છેલ્લા વર્ષમાં વીજ ચેકિંગની કામગીરી દરમિયાન આશરે રૂ. 271.01 કરોડની પાવરચોરી પકડી પાડવામાં આવી હતી. એપ્રિલ-2024થી માર્ચ-2025 દરમિયાન કુલ 4,74,347 વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ 63,198 વીજ જોડાણોમાં વીજચોરીના બિલો ફટકારવામાં આવ્યા જેની અંદાજિત રકમ રૂ. 271.01 કરોડ છે  5 વીજગ્રાહકોને વીજચોરી બદલ 1 કરોડથી વધુનો દંડ ફટકારાયો આવ્યો હતો.