મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના ઓવલમાં પાંચ મેચની T20 સીરીઝની ત્રીજી મેચમાં ભારતને પાંચ રનથી હરાવ્યું. ઇંગ્લેન્ડના 172 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતીય ટીમ 5 વિકેટે 166 રન જ બનાવી શકી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 56 રન નોંધાવ્યા. જ્યારે અરુંધતી રેડ્ડી અને દીપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડની સોફિયા ડંકલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી. આ હાર છતાં ભારતીય ટીમ સીરીઝમાં બે-એકથી આગળ છે.
મહિલા ટી20 ક્રિકેટમાં, ભારતે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે પાંચ મેચની શ્રેણીના બીજા મેચમાં ઇંગ્લેન્ડને 24 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, મહિલા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા. ભારત માટે અમનજોત કૌરે 40 બોલમાં અણનમ 63 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. જવાબમાં, યજમાન ટીમ નિર્ધારિત વીસ ઓવરમાં 7 વિકેટે 157 રન બનાવી શકી હતી.