Homeગુજરાતીજુઓ VIRAL VIDEO: દરવાજો ખોલતા જ ઘરની બહાર થયા સિંહના દર્શન

જુઓ VIRAL VIDEO: દરવાજો ખોલતા જ ઘરની બહાર થયા સિંહના દર્શન

  • ઘરનો દરવાજો ખોલતા જ સિંહ દેખાયા
  • આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છે વાયરલ
  • ફોરેસ્ટ ઓફિસર સાકેતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે

સાસણ: શું તમે ક્યારેય વિચાર્યું છે કે સવારે તમે ઉઠો અને ઘરનો દરવાજો ખોલો અને બહાર તમને જંગલનો રાજા સિંહ જોવા મળે. ચોંકી ગયા ને?,, આ વિચાર માત્ર ડરામણો અને ફિલ્મી છે. પરંતુ આ હકીકત છે. દરવાજો ખોલતા આ શખ્સની હાલત કેવી થઇ હશે..જો કે, ગુજરાતના ગીર જંગલમાં આવું શક્ય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવી જ એક સિંહ દર્શનનો વીડિયો વાયરલ થયો છે.

વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયોમાં સવારના સમયે પોતાના ઘરમાંથી બહાર નીકળતા એક શખ્સને દરવાજાની બહાર બે સિંહ દેખાય છે. બંને સિંહ ઘરની બહારની પાણીની ટાંકી પર પાણી પીતા હોય છે. વાયરલ થઇ રહેલ વીડિયો ગુજરાતના ફોરેસ્ટ ઓફિસર સાકેતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર ગુજરાતના આ વીડિયોને લોકો બહુ જ પસંદ કરી રહ્યાં છે. 2 એપ્રિલના રોજ સવારે આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના બાદ અનેક લોકો તેને શેર કરી રહ્યાં છે. સાથે જ વીડિયો બનાવનાર શખ્સના વખાણ પણ કરી રહ્યાં છે.

(સંકેત)

સંબંધિત લેખો

Most Popular