1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય આર્મીની માનવતાઃ ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયેલા પાકિસ્તાની બાળકને પરત સોંપાયો
ભારતીય આર્મીની માનવતાઃ ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયેલા પાકિસ્તાની બાળકને પરત સોંપાયો

ભારતીય આર્મીની માનવતાઃ ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયેલા પાકિસ્તાની બાળકને પરત સોંપાયો

0

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વણસેલા છે. તેમજ પાકિસ્તાન આર્મી દ્વારા અવાર-નવાર સીઝ ફાયરિંગનો ભંગ કરવામાં આવે છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય આર્મીની ઉદારતા સામે આવી છે. બાડમેરમાં આઠ વર્ષનો પાકિસ્તાની બાળક ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયો હતો. સરહદ ઉપર તૈનાત બીએસએફના જવાનોએ માનવતા દાખવીને પાકિસ્તાની બાળકને પાકિસ્તાન આર્મીને સોંપ્યો હતો.

BSF ગુજરાત ફ્રન્ટીયરના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એમ.એલ. ગર્ગના જણાવ્યા અનુસાર સાંજે લગભગ 5.20 કલાકે એક 8 વર્ષનો બાળક અજાણતાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતમાં પ્રવેશ્યો હતો. બીએસએફની 83 મી બટાલિયનના બીઓપી સોમરાતની સીમાસ્તંભ નજીક ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન બીએસએફના જવાનોની નજર પડતા તેને અટકાવ્યો હતો. જેથી આ બાળખ ડરી ગયું હતું અને રડવા લાગ્યો હતો. ભારતીય જવાનોને ચોકલેટ સહિતની વસ્તુઓ આપીને બાળકને શાંત કર્યો હતો. તેમજ તપાસમાં બાળકનું નામ કરીમ હોવાનું પિતાનું નામ યમનુખાન હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેનો પરિવાર પાકિસ્તાન નાગર પારકરમાં રહેતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પાકિસ્તાન રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ બોલાવવામાં આવી હતી. તેમજ બાળક અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ બાળકને સાંજે 7.15 વાગ્યે પાકિસ્તાની રેન્જર્સને સોંપવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code