Homeગુજરાતીપોચા હૃદય વાળા ના જુએ આ વીડિયો, જોવા મળ્યો 'ભૂતનો પડછાયો'

પોચા હૃદય વાળા ના જુએ આ વીડિયો, જોવા મળ્યો ‘ભૂતનો પડછાયો’

  • સોશિયલ મીડિયામાં એક માણસના પડછાયાનો વીડિયો વાયરલ
  • આ પડછાયો દરેક વાહનની આરપાર થઇને રસ્તો ક્રોસ કરી રહ્યો છે
  • તેથી આ ભૂત હોવાનું લોકો માની રહ્યા છે અને વીડિયો ઘણો ચર્ચાસ્પદ બન્યો છે

મનીલા: ફિલિપાઇન્સના પેંગાસિનન શહેરથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણો ચર્ચાસ્પદ બની રહ્યો છે. આ વીડિયોમાં જે જોવા મળી રહ્યું છે તેને જોઇને તમે પણ અંચબિત થઇ જશો અને તમારા ધબકારા પણ 2 સેકેન્ડ માટે રોકાઇ જાય તેવું બની શકે છે. એક CCTV કેમેરામાં અજબ પ્રકારનો પડછાયો કેદ થયો છે. આ પડછાયો રસ્તો ક્રોસ કરી રહ્યો છે અને દરેક વાહનની આરપાર નીકળી જાય છે.

જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ લોકોને હવે ભૂતનો ડર સતાવવા લાગ્યો છે અને અનેક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાય ગયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, આ રહસ્યમયી પડછાયો એક લૉરી, બે કાર અને એક મોટરસાઇકલની આરપાર નીકળી જાય છે. એવું લાગે છે કે તેને કોઇ જોઇ શકતું નથી. જે દુકાનદારના CCTVમાં આ વીડિયો કેદ થયો છે તેણે તેને જીન ગણાવ્યું છે જે એક પ્રકારનો શેતાન માનવામાં આવે છે. દુકાનદાર અનુસાર આ ફૂટેજ જૂનનો છે અને ડિલીટ કરવા દરમિયાન તેમની નજર આ હિસ્સા પર પડી હતી.

આ વીડિયોમાં એક માણસનો પડછાયો ચાલતો જોઇ શકાય છે જે રસ્તો ક્રોસ કરવા સમયે વાહનની આરપારથી નીકળી જાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે ડિલીવરી બોયથી એકદમ નજીકથી પસાર થાય છે. આ વીડિયો જોયા બાદથી આ ડિલીવરી બોય પણ ડરી ગયો છે.

(સંકેત)

સંબંધિત લેખો

Most Popular