Site icon Revoi.in

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની કોન્ફરન્સમાં તજજ્ઞોએ વિચારો રજુ કર્યા

Social Share

ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના ઉપક્રમે ફોરેન્સિક સાઇકોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બે દિવસિય કોફસન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં એ ટ્રાન્સ-ડિસિપ્લિનરી પર્સપેક્ટિવ ઓન ધ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ” વિષે મહાનુભાવોએ પોતાના વિચારો રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે પૂર્વ વિદ્યાર્થીઓ સાથે પેનલ ચર્ચા યોજાઈ હતી.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ની સ્કૂલ ઓફ બિહેવિયરલ ફોરેન્સિક્સે તાજેતરમાં  “એ ટ્રાન્સ-ડિસિપ્લિનરી પર્સપેક્ટિવ ઓન ધ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ” થીમ સાથે ફોરેન્સિક સાઇકોલોજી દિવસની ઉજવણી કરી હતી. પ્રથમ દિવસે IPS અધિકારી સંપત મીનાએ ફોરેન્સિક સાઇકોલોજીની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું, જ્યારે IAS (નિવૃત્ત) સુરેન્દ્ર સિંહ મીનાએ ટ્રાન્સજેન્ડર સમુદાય માટેના કાનૂની અને કલ્યાણકારી પગલાં વિશે વાત કરી હતી. તેમજ ડૉ. કેશવ કુમાર, IPS (નિવૃત્ત)એ કોર્પોરેટ ક્ષેત્રમાં ફોરેન્સિક સાઇકોલોજીની તકો વિશે માહિતી આપી હતી. જ્યારે ગુજરાતના જેલ DGP ડૉ. કે.એલ.એન. રાવે જેલ સુધારણામાં ફોરેન્સિક સાઇકોલોજીની ભૂમિકા સમજાવી હતી.

ફોરેન્સિક સાઇકોલોજી દિવસની ઊજવણીના બીજા દિવસે વિવિધ નિષ્ણાતોએ શારીરિક ભાષા, છેતરપિંડી શોધ, સુધારાત્મક ઉપચાર અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ફોરેન્સિક મનોવિજ્ઞાનની ભૂમિકા જેવા વિષયો પર સત્રો લીધા હતા. કાર્યક્રમના અંતે પૂર્વ વિદ્યાર્થીઓ સાથે પેનલ ચર્ચા યોજાઈ. સમાપન સમારોહમાં NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારેએ NFSUના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસના યોગદાનની પ્રશંસા કરી, જેમણે ગુના તપાસ અને નિવારણમાં ફોરેન્સિક મનોવિજ્ઞાનના ઉપયોગને વિસ્તૃત કર્યો છે. કાર્યક્રમમાં યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.