Site icon Revoi.in

ભરૂચના પાનોલી GIDCમાં ખેતિવાડીની નકલી દવા બનાવતી ફેકટરી પકડાઈ

Social Share

ભરૂચ, 22 મે, 2026 : Factory manufacturing fake agricultural medicines caught  શહેર નજીક પાનોલી GIDCમાં આવેલી “એક કંપનીમાં કૃષિ માટે નકલી દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અને પોલીસે અંદાજે રૂ. 4 લાખથી વધુનો જાણીતી બ્રાન્ડના નામનો ડુપ્લિકેટ ખેતીવાડીની દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે પાનોલી પોલીસે કંપની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ પાનોલી GIDCમાં આવેલી એક કંપનીમાં યુપીએલ કંપનીની ડુપ્લિકેટ ખેતીવાડીની દવાઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમી આધારે એક કંપનીમાં દરોડા પાડી સ્થળ તપાસ કરતાં કંપનીમાંથી યુપીએલ કંપનીના કન્ટેનરવાળી ડુપ્લિકેટ દવાઓ મળી આવી હતી. પોલીસે UPL કંપનીના કન્ટેનર અને બ્રાન્ડિંગ ધરાવતી ફેક દવાઓ સહિત અંદાજે રૂ. 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સમગ્ર મામલે પાનોલી પોલીસે કંપની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ડુપ્લિકેટ દવાઓના ઉત્પાદન અને વેચાણ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં પણ તપાસનો દોર આગળ વધારવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઘટનાના પગલે ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આવી નકલી દવાઓના કારણે પાકને નુકસાન થવાની સાથે ખેડૂતોને આર્થિક ફટકો પણ પડી શકે છે.

Exit mobile version