1. Home
  2. ગુજરાતી
  3. મશહુર ક્રિકેટર હરભજન સિંહએ વાઈફને આપી બેબી શાવરની સરપ્રાઈઝ પાર્ટી, બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરા બીજી વખત બનશે માતા
મશહુર ક્રિકેટર હરભજન સિંહએ વાઈફને આપી બેબી શાવરની સરપ્રાઈઝ પાર્ટી, બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરા બીજી વખત બનશે માતા

મશહુર ક્રિકેટર હરભજન સિંહએ વાઈફને આપી બેબી શાવરની સરપ્રાઈઝ પાર્ટી, બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરા બીજી વખત બનશે માતા

0
Social Share
  • હરભજન સિંહએ પત્ની ગીતા બસરાને આપી સરપ્રાઈઝઢ પાર્ટી
  • બીજી વખત હગીતા બસરા બનશે માતા

મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહના ઘરે ફરીથી એક વખત કીલકારીઓ ગુંજવાની છે.એક્ટ્રેસ ગીતા બસરા બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ દિવસોમાં હરભજન સિંહ તેની ખૂબ કાળજી લઈ રહ્યા છે,આ સમગ્ર સ્થિતિ દરમિયાન, આ દંપતીએ તેમના નવા મહેમાન માટે ઘરે બેબી શાવરનું આયોજન કર્યું હતું, જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.આ પાર્ટી હરભજન સિંહએ પત્ની માટે સરપ્રાઈઝ રાખી હતી.

ઇન્સ્ટાગ્રામ પર ગીતાએ તેના બેબી શાવરના ઘણા સુંદર ફોટા શેર કર્યા છે. આ ફોટામાં ગીતા બ્લુ ડ્રેસ પહેરીને પોઝ આપી રહી છે. બીજા ફોટામાં તેણે પોતાના મિત્ર સાથેની વર્ચ્યુઅલ પાર્ટીનો ફોટો શેર કર્યો છે. ત્રીજા ફોટામાં તે પતિ હરભજન સિંહ અને પુત્રી સાથે પોઝ આપી રહી છે. ચોથા ફોટામાં તે કેક માટે પોઝ આપતી જોવા મળે છે.

બોલિવૂડ એક્ટ્રેસ અને હરભજન સિંહની પત્ની ગીતા બરસાના ફોટોની સાથે તેણે કેકનો ફોટો પણ સોશિયલ મીડિયા પર છવાયો છે. કારણ કે કેકની સજાવટ ખૂબજ અદભબૂત જોવા મળી છે,તમે જોઈ શકસો કે કેકની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે, કે કેક પર બસરાનો આખો પરિવાર દેખાઈ શકે. તમે જોઈ શકો છો કે હરભજન ઉપર નવું આવનાર બેબી અને  ગીતાના ઉપર તેની પુત્રીનો ફોટો બનાવવામાં આવ્યો છે,દ રેક વ્યક્તિ કેક પર પલંગ પર સુતેલા જોવા મળે છે. ઘરે બેબી શાવર માટે સુંદર સજાવટ પણ કરવામાં આવી છે.

પોતાના બેબી શાવરનો ફોટો શેર કરતાં ગીતા બસરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે ‘મારીસૌથી પ્રિય છોકરીઓ! કેટલું સુંદર અને સ્વિટેસ્ટ ગોદભરાઈનું સરપ્રાઈઝ,ખબર નથી કે હું તમારા બધા વિના શું કરીશ, તમે બધાએ મને ખૂબ જ ખાસ અનુભવ કરાવ્યો અને મને ખુશ કરી.. આવા ક્ષણો એકબીજા સાથે ન ઉજવી શકવાના કારણે  એકબીજાને મિસ કરીએ છીએ.  ચૂકી ગયા .. પણ તમે છોકરીઓએ ખરેખર તે જાતે કર્યું! વિશ્વના અનેક ભાગોમાં બેઠેલા બધા ડિજિટલ પ્લેટફોર્મ માટે ભગવાનનો આભાર માનીએ છે કે,જે આપુણેને જોડાયેલા રાખે છે, મારી લાઈફમાં તમને અને પતિ હરભજનનો સાથ મેળવીને હું પોતાને ખૂબ ઘન્ય માનું છું

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code