Site icon Revoi.in

અમદાવાદમાં 11 ઓક્ટોબરે ‘ફિલ્મફેર’ એવોર્ડ્સ એનાયત કરાશે

Social Share

અમદાવાદમાં આગામી 11 ઓક્ટોબરે ‘ફિલ્મફેર’ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના પ્રવાસન વિભાગના સહયોગથી આ 70મા ફિલ્મફેર એવોર્ડ્સ યોજાશે. મુંબઈ ખાતે ગત 3જી ઑક્ટોબરે યોજાયેલી પત્રકાર પરિષદમાં અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી તમન્ના ભાટિયાએ ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરી હતી.

જેમાં ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના ગીત તૌબા તૌબા માટે બોસ્કો-સીઝરને શ્રેષ્ઠ નૃત્ય માટે જ્યારે મુંજ્યા માટે રિ-ડિફાઇનને શ્રેષ્ઠ VFX અને લાપાતા લેડીઝ માટે રામસંપથની શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોર માટે પસંદગી કરાઇ છે. જ્યારે રાઇટિંગ કેટેગરીમાં, આર્ટિકલ ૩૭૦ માટે આદિત્ય ધર અને મોનલ ઠાકરે શ્રેષ્ઠ વાર્તા માટે જ્યારે લાપતા લેડીઝ માટે સ્નેહા દેસાઈએ શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે અને સંવાદ અને આઈ વોન્ટ ટુ ટોક માટે ઋતેશ શાહની બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે માટે પસંદગી કરાઇ છે.

Exit mobile version