
લોકસભા ચૂંટણીને લગતા અવાર-નવાર પુછતા સવાલોના જાણો જવાબ
નવી દિલ્હી: ભારતની લોકશાહીમાં લોકસભાની ચૂંટણી સૌથી મોટો ઉત્સવ છે. ભારતની લોકસભાની ચૂંટણી દુનિયામાં સૌથી મોટી ચૂંટણી છે. આ વખતે આ ચૂંટણીમાં 95 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરી શકશે.
લોકસભા ચૂંટણીને સામાન્ય ચૂંટણી શા માટે કહેવામાં આવે છે?
લોકસભા જનતાના પ્રતિનિધિઓની સભા છે અને તેમાં ચૂંટાવા માટે 18 વર્ષ કે તેથી વધુ વયના ભારતીય નાગરિક સીધું મતદાન કરે છે. એટલે કે સામાન્ય જનતાને પોતાના નેતા એટલે કે સાંસદ સીધા ચૂંટવાનો અધિકાર હોય છે. માટે તેને સામાન્ય ચૂંટણી કહે છે.
લોકસભામાં મહત્તમ કેટલા સાંસદો હોઈ શકે છે?
લોકસભામાં સદસ્યોની મહત્તમ સંખ્યા 552 હોઈ શકે છે. 530 સદસ્યો રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે અને 20 કેન્દ્રશાસિત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા માટે અને જો રાષ્ટ્રપતિને લાગે છે કે એંગ્લો ઈન્ડિયન સમુદાયને ગૃહમાં પુરતું પ્રતિનિધિત્વ નથી, તો તે મહત્તમ બે સાંસદોને પદનામિત કરી શકે છે. હાલમાં લોકસભાના 545 સાંસદો છે. તેમાં 530 સીધા રાજ્યોમાંથી ચૂંટાય છે અને 13 કેન્દ્રશાસિત ક્ષેત્રોમાંથી અને બે એંગ્લો ઈન્ડ઼િયન સમુદાયના પ્રતિનિધિઓ છે. જેમને રાષ્ટ્રપતિ પદનામિત કરે છે.
લોકસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો છે?
લોકસભાનો સામાન્ય કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. પરંતુ તે રાષ્ટ્રપતિ દ્વારા પહેલા પણ ભંગ કરી શકાય છે. એટલે કે તેની પહેલી બેઠકથી નિયુક્ત તારીખથી પાંચ વર્ષની હોય છે. કટોકટીની સ્થિતિમાં કાયદો બનાવીને આ અવધિને વધારી શકાય છે. બંધારણના અનુચ્છેદ-352 હેઠળ કટોકટીને પ્રભાવી થવાની અધિ દરમિયાન સંસદ દ્વારા પારીત અધિનિયમ દ્વારા સામાન્ય કાર્યકાળને વધારી શકાય છે. જો કે આ અધિ બાબતે ફરી એકવાર એક વર્ષથી વધારે લંબાવી શકાય નહીં અને કોઈપણ રીતે કટોકટીના સમાપનની અવધિથી 6 માસથી વધુ સમય સુધી તેને લંબાવી શકાય નહીં.
લોકસભા ચૂંટણી માટેની લઘુત્તમ વય કેટલી છે?
બંધારણના અનુચ્છેદ-79થી લઆઈને 122 સુધી સંસદ બાબતે વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી તે લડી છે કે જે ભારતના નાગરિક હોય. લઘુત્તમ વય 25 વર્ષની હોય, પાગલ કે દેવાળિયો ન હોય અને કોઈ સરકારી લાભના પદ પર પણ ન હોય.
પહેલીવાર લોકસભાની ચૂંટણી ક્યારે થઈ હતી?
પહેલીવાર લોકસભાની ચૂંટણી 25 ઓક્ટોબર, 1951થી 21 ફેબ્રુઆરી, 1952 દરમિયાન થઈ અને 17 એપ્રિલ, 1952ના રોજ પહેલી લોકસભાની રચના થઈ હતી. લોકસભાનું પ્રથમ સત્ર 13 મે, 1952ના રોજ શરૂ થયું હતું.
લોકસભાની ચૂંટણીનું નોટિફિકેશન કોણ જાહેર કરે છે?
લોકસભાની ચૂંટણીનું નોટિફિકેશન રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાય છે અને તેના પછી ચૂંટણી પંચ દ્વારા મતદાનની તારીખોની ઘોષણા કરવામાં આવે છે. નોટિફિકેશન જાહેર કરાયા બાદ સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને ત્રણ ભાગ હોય છે- નામાંકન, ચૂંટણી અને મતગણતરી. નોટિફિકેશન જાહેર થયા બાદ પ્રવર્તમાન સરકાર ભંગ થઈ જાય છે. તેના પછી સરકાર કોઈપણ યોજના અથવા નવું કામ શરૂ કરી શકતી નથી.
અત્યાર સુધી લોકસભાની કેટલી ચૂંટણી થઈ છે?
ભારતની આઝાદી બાદ લોકસભાની 17 ચૂંટણીઓ યોજાઈ ચુકી છે. આ વર્ષે એપ્રિલ-મેમાં 18મી લોકસભાની ચૂંટણી યોજાશે.
લોકસભા ચૂંટણી સમયગાળો
પહેલી 25 ઓક્ટોબર, 1951થી 21 ફેબ્રુઆરી, 1952
બીજી 24 ફેબ્રુઆરીથી 14 માર્ચ 1957
ત્રીજી 19થી 25 ફેબ્રુઆરી, 1962
ચોથી 17થી 21 ફેબ્રુઆરી, 1967
પાંચમી 1થી 10 માર્ચ, 1971
છઠ્ઠી 16થી 20 માર્ચ, 1977
સાતમી 3થી 6 જાન્યુઆરી, 1980
આઠમી 24થી 28 ડિસેમ્બર, 1984
નવમી 22થી 26 નવેમ્બર, 1989
દસમી 20 મેથી 15 જૂન, 1991
અગિયારમી 27 એપ્રિલથી 30 મે, 1996
બારમી 16 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી, 1998
તેરમી 5 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર, 1999
ચૌદમી 20 એપ્રિલથી 10 મે, 2004
પંદરમી 16 એપ્રિલથી 13 મે, 2009
સોળમી 7 એપ્રિલ, 2014થી 12 મે, 2014
સત્તરમી 11 એપ્રિલથી 19 મે, 2019
હાલમાં લોકસભાના સાંસદોને કેટલું વેતન મળે છે?
હાલમાં સંસદ સદસ્યને એક લાખ રૂપિયા પ્રતિ માસનું વેતન, 70 હજાર રૂપિયા પ્રતિ માસ ચૂંટણી ક્ષેત્રનું ભથ્થું અને 60 હજાર રૂપિયા પ્રતિ માસ ઓફિસ ખર્ચ તરીકે મળે છે. સદસ્યોને સભા અથવા સમિતિઓની બેઠક અતવા અન્ય સંસદીય કામમાં ભાગ લેવા માટે બે હજાર રૂપિયા પ્રતિ દિવસનું ભથ્થું મળે છે. દૈનિક ભથ્થાં પ્રાપ્ત કરવા માટે તેમના દ્વારા એ ઉદેશ્ય માટે રાખવામાં આવેલા રજિસ્ટરમાં હસ્તાક્ષર અનિવાર્ય છે.