1. Home
  2. ગુજરાતી
  3. તમિલનાડુ સરકાર અને ઈન્ડી ગઠબંધન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યાં આકરા પ્રહાર
તમિલનાડુ સરકાર અને ઈન્ડી ગઠબંધન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યાં આકરા પ્રહાર

તમિલનાડુ સરકાર અને ઈન્ડી ગઠબંધન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યાં આકરા પ્રહાર

0
Social Share

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાતમિલનાડુ પ્રવાસનો આજે બીજો દિવસ છે .પ્રધાનમંત્રી આજે તમિલનાડુના થુથુકુડી ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમણે VoPCA ના થ્રીડી મોડલનું નિરિક્ષણ કર્યુ હતુ.  પ્રધાનમંત્રીએ તમિલનાડુ ખાતે 17300 કરોડના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યુ હતુ. થુથુકોડીના એક સાર્વજિક કાર્યક્રમમાં વીઓ ચીંદબરનાર બંદર પર આઉટર હાર્બર કંટેનર ટર્મીનલનું ભુમીપુજન કર્યુ હતુ .જેનાથી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રીએ ભારતના પહેલા સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સેલ અંતર્દેશીય જલ માર્ગ જહાજનો શુભારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રી ગ્રીન બોટ ઇનિશિયેટિવ હેઠળ ભારતનું પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવેઝ શિપ પણ લોન્ચ કર્યું . આ જહાજ કોચીન શિપયાર્ડમાં બનાવવામાં આવ્યું છે. સ્વચ્છ ઉર્જા ઉકેલો અપનાવવા અને શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ દેશની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાની દિશામાં આ એક અગ્રણી પગલું છે. તમિલનાડુના વિકાસકાર્યોમાં અલવણીકરણ પ્લાન્ટ, હાઇડ્રોજન ઉત્પાદન અને બંકરીંગ સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 10 રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશના 75 દિવાંદાંડીની પ્રવાસી સુવિધાઓ તથા 4500 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચાર માર્ગ પરીયોજનો દેશને સમર્પીત કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાંચી મણિયાચ્ચી-નાગરકોઇલ રેલ્વે લાઇનના ડબલીંગના રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ રેલ્વે લાઇનમાં વાંચી મણિયાચ્ચી-તિરુનેલવેલી વિભાગ અને મેલાપ્પાલયમ-અરલવયામોલી વિભાગનો સમાવેશ થાય છે. આશરે રૂ. 1,477 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ આ ડબલીંગ પ્રોજેક્ટ કન્યાકુમારી, નાગરકોઈલ અને તિરુનેલવેલીથી ચેન્નાઈ તરફ જતી ટ્રેનોના પ્રવાસના સમયને ઘટાડવામાં મદદ કરશે. આ સાથેજ તીરુનેરવેલી ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે, તમિલનાડુના થુથુકોડીમાં પ્રગતીનો નવો અધ્યાય લખાયો છે. આજે ઘણા નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ થયુ. જે વિકસીત ભારત માટે રોડમેપ સમાન છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનો સ્પીરીટ આ પ્રોજેક્ટમાં દેખાય છે. આજે દેશ વિકસીત ભારતના લક્ષ્યાંક પર કામ કરે છે. જેમા વિકસીત તમિલનાડુની ભૂમિકા એટલીજ મોટી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા તમિલનાડુ સરકાર અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, તમિલનાડુ સરકાર વિકાસ વિરોધી છે. અમે અભિનંદને પરત લાવ્યાં, કતારમાંથી આઠ પૂર્વ સૈનિકોને લાવ્યા છીએ, ઈન્ડી ગઠબંધનની સરકાર હોય તો આમ ના કરતી. વડાપ્રધાને કહ્યું કે, ભાજપ સરકારે પ્રથમવાર દિલ્હીથી તમિલનાડુનું અંતર ઓછુ કર્યું છે. આજે ગરીબ, ખેડૂતો, મહિલા અને યુવાનો સાથે જોડાયેલી યોજનાઓનો લાભ દક્ષિણ ભારતના લોકોને મળી રહ્યો છે. ડીએમકે એવી પાર્ટી છે જે કોઈ કામ કરતી નથી પરંતુ ખોટી ક્રેડિટ લેવા માટે આગળ આવે છે. ડીએમકેના નેતા કંઈ સારુ જોઈ શકતા નથી, એટલે તેમને ભારતની પ્રગતિ દેખાતી નથી.

પ્રધાનમંત્રી તમિલનાડુમાં લગભગ રૂ. 4,586 કરોડના કુલ ખર્ચે વિકસિત ચાર રોડ પ્રોજેક્ટ પણ સમર્પિત કર્યો. આ પ્રોજેક્ટ્સમાં NH-844ના જિત્તંદહલ્લી-ધરમપુરી સેક્શનને ફોર-લેનિંગ, NH-81ના મીનસુરત્તી-ચિદમ્બરમ સેક્શનને બે-લેનિંગ, NH-83ના ઓડનચત્રમ-મદાથુકુલમ સેક્શનને ફોર-લેનિંગ અને NH-83ના નાગપટ્ટિનમ સેક્શનને પહોળું કરવાનો સમાવેશ થાય છે. તંજાવુર વિભાગના દ્વિ-માર્ગીકરણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ કનેક્ટિવિટી સુધારવા, મુસાફરીનો સમય ઘટાડવા, સામાજિક-આર્થિક વિકાસને વધારવા અને પ્રદેશમાં તીર્થયાત્રાઓને સરળ બનાવવાનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code